ગઢડા:ગોપીનાથજી મંદિર ટ્રસ્ટની આજે ચૂંટણી

Published: May 05, 2019, 10:31 IST | ગઢડા

બોટાદમાં આવેલા ગઢડા ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓની આજે ચૂંટણી યોજાઈ રહી છે. મોટી સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે

બોટાદમાં આવેલા ગઢડા ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓની આજે ચૂંટણી યોજાઈ રહી છે. મોટી સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. ભારે સુરક્ષા વચ્ચે મંદિરમાં મતદાન ચાલી રહ્યું છે. આ ચૂંટણીમાં આચાર્ય અને દેવપક્ષ પેનલ વચ્ચે સીધી ટક્કર છે. 27 જેટલા બૂથ પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે જે 5 વાગ્યા સુધી ચાલશે.

ગઢડા ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓની કુલ 7 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. પરંતુ એક બેઠક બિનહરીફ થતા 6 બેઠક પર ચૂંટણી યોજાઇ રહી છે. ગઢડા ગોપીનાથજી મંદિર કમિટીની ચૂંટણીમાં બ્રહ્મચારી વિભાગમાં સંત ચંદ્રસ્વરૂપાનંદજી સ્વામી બિનહરીફ ઉમેદવાર છે. કુલ 27 બૂથ પર 20 હજાર જેટલા મતદારો મતદાન કરશે.

આ પણ વાંચોઃ ઐશ્વર્યા મજમુદાર તુર્કીમાં કંઈક આ અંદાજમાં એન્જોય કરી રહી છે વેકેશન, જુઓ ફોટોઝ

આ ચૂંટણી માટે જડબેસલાક બંદોબસ્ત ગોઠવડાયો છે. ગઢડા ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટની ચૂંટણી માટે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત 35 અધિકારી તેમજ પોલીસ, એસઆરપી, હોમગાર્ડ, જીઆરડી મળી આશરે 700 જેટલા જવાનોને ફરજ સોપાઈ છે. ભાવનગર અને અમરેલી એલસીબીની પોલીસને પણ અહીં તૈનાત કરવામાં આવી છે.

 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK