અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડના ભાઈની ધરપકડ, જાણો કેમ...

Published: 18th October, 2020 19:02 IST | Faizan Khan | Mumbai

એજીસીલાઓસના લોનાવાલાના રિસોર્ટમાં દરોડા પાડ્યા હતા. ત્યા marijuana અને alprazolam મળી આવ્યા હતા જે ડ્રગ ઉપર ભારતમાં પ્રતિબંધ છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

અભિનેતા અર્જુન રામપાલ (Arjun Rampal)ની ગર્લફ્રેન્ડ મોડેલ અને ડિઝાઈનર ગેબરીલા ડેમટ્રીએડ (Gabriella Demetride)ના ભાઈ એજીસીલાઓસ ડેમટ્રીએડની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ ડ્રગ પેડલિંગ કેસમાં ધરપકડ કરી છે.

ગેબરીલા અર્જુન રામપાલની પાર્ટનર છે. એનસીબીની ટીમે 30 વર્ષના એજીસીલાઓસના લોનાવાલાના રિસોર્ટમાં દરોડા પાડ્યા હતા. ત્યા marijuana અને alprazolam મળી આવ્યા હતા જે ડ્રગ ઉપર ભારતમાં પ્રતિબંધ છે. તેની પૂછપરછ કર્યા બાદ રવિવારે ધરપકડ કરવામાં આવી છે.

એનસીબીના અધિકારીએ કહ્યું કે, બોલીવુડના મુખ્ય ડ્રગ સિન્ડિકેટનો તે એક બાગ છે. તપાસ દરમિયાન અમને જણાયુ કે આ કેસમાં જેટલા પણ ડ્રગ પેડર્સની ધરપકડ કરવામાં આવી છે તે દરેક આના સંપર્કમાં હતા. નાર્કોટિક્સ એજન્સીએ આખી સપ્લાય ચેઈનને ટ્રેક કરી રહી છે. રવિવારે તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો અને બે દિવસ સુધી તેને એનસીબીની કસ્ટડીમાં રાખવાનો નિર્ણય લેવાયો છે.

એનડીપીએસ એક્ટની કલમ 27 અંતર્ગત તેની ધરપકડ કરવામાં આવી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK