Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઈરાનના ‘દશ્ત-એ-લુત’ રણપ્રદેશમાં ભઠ્ઠી જેવી ગરમી

ઈરાનના ‘દશ્ત-એ-લુત’ રણપ્રદેશમાં ભઠ્ઠી જેવી ગરમી

21 February, 2021 09:14 AM IST | Ira
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઈરાનના ‘દશ્ત-એ-લુત’ રણપ્રદેશમાં ભઠ્ઠી જેવી ગરમી

ઈરાનના ‘દશ્ત-એ-લુત’ રણપ્રદેશમાં ભઠ્ઠી જેવી ગરમી


ફારસી ભાષાના શબ્દો ‘દશ્ત-એ-લુત’નો અર્થ ‘ખાલીપાભર્યું મેદાન’ થાય છે. ઈરાનનું ‘દશ્ત-એ-લુત’ વિશ્વના સૌથી મોટા રણપ્રદેશોમાં પચીસમા ક્રમે છે. ૫૧,૮૦૦ ચોરસ કિલોમીટરનો એ રણપ્રદેશ લગભગ વેરાન હોય છે, કારણ કે ત્યાંની સપાટીનું ઉષ્ણતામાન વધીને ૭૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતું હોય છે. ચારે બાજુ પહાડો અરબી સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રની દિશામાંથી આવતા પવનોને રોકતા હોવાથી ઉષ્ણતામાન ઘટવાની શક્યતા નાબૂદ થઈ જાય છે. અમેરિકાના નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન (નાસા)એ ૨૦૦૩થી ૨૦૧૦ વચ્ચે ઉપગ્રહ દ્વારા કરેલા સર્વેક્ષણમાં ૨૦૦૫ના વર્ષમાં મહત્તમ ૭૦.૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

Iran Dessert



એ ૫૧,૮૦૦ ચોરસ કિલોમીટરના પ્રદેશમાં ૪૮૦ કિલોમીટરનો પ્રદેશ ગેન્ડોમ બેર્યાન નામે ઓળખાય છે. ગેન્ડોમ બેર્યાનમાં જ્વાળામુખી શાંત પડ્યા પછી લાવારસ ઠરી જતાં બનેલા પથ્થર હોવાથી ત્યાં સૌથી વધારે ગરમી હોય છે. એ પથ્થર સૂર્યપ્રકાશની સૌથી વધારે ઊર્જા અને ઉષ્ણતા શોષી લેતા હોવાથી અંદર અતિશય ગરમી હોય છે. સ્વાભાવિક રીતે જ ત્યાં હરિયાળી લાંબા અંતર સુધી જોવા મળતી નથી


Whatsapp-channel Whatsapp-channel

21 February, 2021 09:14 AM IST | Ira | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK