ઊડતા સુરત : ૧.૩૩કરોડનાં ડ્રગ્સ જપ્ત

Published: 24th September, 2020 16:56 IST | Agencies | Mumbai

ડ્રગ્સના સૌથી મોટા નેટવર્ક પર પોલીસે છાપો માર્યો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સુરત શહેરમાં પોલીસે ડ્રગ્સના સૌથી મોટા નેટવર્ક પર તરાપ મારી છે. સુરત શહેરમાંથી નશાના સોદાગરો ઝડપાઈ ગયા છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેરની જુદી-જુદી ૪ ઘટનામાં એક કરોડથી વધુનું એમ.ડી. ડ્રગ્સ ઝડપાયું છે. પોલીસે સુરતમાં એમ.ડી. ડ્રગ્સ સાથે પાંચ લોકોની પણ અટકાયત કરી છે. સુરતના ડુમસ, સરથાણા, વરાછામાં એમ.ડી. ડ્રગ્સ સાથે પાંચ લોકોને પોલીસે ઝડપ્યા છે. પોલીસે સલમાન, વિનય પટેલ, સંકેત અલલાલિયા સહિતના લોકોને ઝડપ્યા છે. સલમાન પાસેથી ૧૦૧૧.૮૨ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ, વિનય પટેલ પાસેથી ૧૭.૫ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું છે. ડુમસથી સલમાન ઝવેરી ઝડપાયો છે. વરાછામાંથી વિનય ઉર્ફે બંટી પટેલ, સરથાણાથી સંકેત અલલાલિયા અને આદિલ નામના શખ્સની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમરે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે સુરત શહેરમાં નો ડ્રગ્સ અભિયાન ચલાવાશે. શહેરમાં ડ્રગ્સનું વેચાણ ચલાવી નહીં લેવાય. પોલીસની સ્પેશ્યલ ડ્રાઇવમાં સુરત પોલીસની ક્રાઇમ બ્રાન્ચે મંગળવારે સવારે ૮ વાગ્યે ડુમસ ઍરપોર્ટ પાસે ડુમસ ગામ તરફ જવાના રોડ પર એક કારમાં એમ.ડી. ડ્રગ્સ સપ્લાય કરવા આવેલા સલમાન ઉર્ફે અમન મહંમદ હનીફ ઝવેરીને દબોચી લીધો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK