પૅરિસમાં પયગંબરનું કાર્ટૂન બતાવનાર શિક્ષકનું માથું વાઢ્યું

Published: 18th October, 2020 11:26 IST | Agencies | Mumbai

અલ્લાહ હૂ અકબરના નારા લગાવ્યા અને પછી શિક્ષકનું ગળું કાપી નાખ્યું. પોલીસની જવાબી કાર્યવાહીમાં હુમલાવર યુવકનું મોત થયું છે.

પૅરિસમાં પયગંબરનું કાર્ટૂન બતાવનાર શિક્ષકનું માથું વાઢ્યું
પૅરિસમાં પયગંબરનું કાર્ટૂન બતાવનાર શિક્ષકનું માથું વાઢ્યું

ફ્રાન્સમાં પયગંબર મોહમ્મદનું કાર્ટૂન બાળકને બતાવતાં નારાજ એક વ્યક્તિએ ટીચરને મોતનો ઘાટ ઉતારી દીધો. આ પહેલાં અલ્લાહ હૂ અકબરના નારા લગાવ્યા અને પછી શિક્ષકનું ગળું કાપી નાખ્યું. પોલીસની જવાબી કાર્યવાહીમાં હુમલાવર યુવકનું મોત થયું છે.
સ્થાનિક મીડિયાના અનુસાર રાજધાની પૅરિસની એક સ્કૂલના ટીચર સૈમુઅલએ બાળકોને અભિવ્યક્તિની આઝાદી વિશે ભણાવતાં પયગંબર મોહમ્મદનું કાર્ટૂન બતાવ્યું હતું, જેથી હુમલાવર નારાજ હતો. તે ચાકૂ લઈને પહોંચ્યો અને અલ્લાહ હૂ અકબરના નારા લગાવતાં ટીચરનું ગળું કાપી દીધું. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ, પરંતુ હુમલાવરે સરેન્ડર કરવાના બદલે પોલીસને ડરાવવાનો પ્રયત્ન કર્યો. ત્યાર બાદ જવાબી કાર્યવાહીમાં પોલીસની ગોળીથી તેનું મોત નીપજ્યું છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિએ આ ઘટનાને ‘ઇસ્લામિક આતંકી હુમલો’ ગણાવી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK