સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે ડિનર કરવા ઇચ્છુકો માટે સિલિન્ડર શેપના પ્લાસ્ટિક પૉડ બનાવ્યાં ફ્રેન્ચ ડિઝાઇનર

Updated: May 23, 2020, 09:03 IST | Gujarati Mid-day Correspondent | France

ફ્રાન્સ લૉકડાઉનના નિયમો હળવા બનાવી રહ્યું છે

પ્લાસ્ટિક પૉડ્સ સાથે લોકો કરે છે ડિનર
પ્લાસ્ટિક પૉડ્સ સાથે લોકો કરે છે ડિનર

રેસ્ટોરાંના માલિકો માટે સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવીને તેમના ગ્રાહકોને કેવી રીતે આવકારવા એ મુખ્ય પ્રશ્ન હતો, પરંતુ એક ફ્રેન્ચ ડિઝાઇનરે પારદર્શક પ્લાસ્ટિક પૉડ્સ તૈયાર કર્યાં છે જેને ટેબલ-લૅમ્પની જેમ સિલિંગ સાથે લટકાવી શકાય છે. પાછળની તરફ કરેલા કટને લીધે ભોજન લેનાર વાંકો વળ્યા સિવાય બેસી કે ઊભો રહી શકે છે.

પ્લાસ્ટિક પૉડ્સની શોધ કરનારા ક્રિસ્ટોફ ગેર્નિગોનનું કહેવું છે કે બજારમાં જેલના મુલાકાતીઓ માટેના બૂથ જેવાં લાગતાં પૉડ્સ ગ્રાહકોને પસંદ નહોતાં આવ્યાં એથી કાંઈક નવું વધુ બહેતર બનાવવાની કોશિશમાં મેં આ ડિઝાઇન તૈયાર કરી, જેનું ઉત્પાદન આવતા અઠવાડિયાથી શરૂ થશે. આ ભાઈને ફ્રાન્સ, બેલ્જિયમ, કૅનેડા, જપાન અને આર્જેન્ટિનાથી આ પ્રકારનાં પૉડ્સ માટેના ઑર્ડર મળ્યા છે.

ફ્રાન્સ લૉકડાઉનના નિયમો હળવા બનાવી રહ્યું છે. દુકાનો ખોલવામાં આવી રહી છે, બાળકો ફરી શાળામાં જઈ રહ્યાં છે. જોકે રેસ્ટોરાં શરૂ કરવા સંબંધે હજી સરકાર મૂંઝવણ અનુભવે છે, કેમ કે માસ્ક પહેરીને લોકોને ભોજન કરવાનું ફાવશે નહીં અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં રેસ્ટોરાં નફો નહીં રળી શકે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK