બોન્સાઇ વૃક્ષથી મોબાઇલ ફોન પણ ચાર્જ કરી શકાશે

Published: 4th December, 2012 04:24 IST

ફ્રાન્સના એક ડિઝાઇનરે એક એવું કૃત્રિમ બોન્સાઇ વૃક્ષ ડેવલપ કર્યું છે, જે માત્ર ઘરની શોભા જ નહીં વધારે પણ તેનાથી મોબાઇલ ફોન પણ ચાર્જ કરી શકાશે.
આ ટચૂકડું બોન્સાઇ વૃક્ષ સૂર્ય ઊર્જાની મદદથી માત્ર મોબાઇલ ફોન જ નહીં અન્ય ઉપકરણોને પણ ચાર્જ કરી શકશે. ‘ધ ઇલેક્ટ્રી પ્લસ’ નામના બોન્સાઇ વૃક્ષને વિવિયન મૂલર નામના ડિઝાઇનરે બનાવ્યું છે. તેમાં સિલિકોનની બનેલી ૨૭ ટચૂકડી સોલર પૅનલ ફિટ કરવામાં આવી છે. આ પૅનલ સૂર્ય ઊર્જામાંથી વીજળી પેદા કરે છે જેના દ્વારા મોબાઇલ ફોન કે અન્ય ઉપકરણો ચાર્જ કરી શકાય છે.

વિવિયનનું કહેવું છે કે વનસ્પતિઓનો ઝીણવટપૂર્વકનો અભ્યાસ કર્યા બાદ તેમને લાગ્યું હતું કે વનસ્પતિનાં પાંદડાં પણ સોલર પૅનલની જેમ જ કામ કરે છે. એ પછી તેમને કૃત્રિમ બોન્સાઇ વૃક્ષ બનાવવાનો વિચાર આવ્યો હતો. આ વૃક્ષમાં મૂળના ભાગે બૅટરી લગાવવામાં આવી છે, જેમાં સૂર્ય ઊર્જાનો સંગ્રહ થાય છે. બૅટરી પૂરેપૂરી ચાર્જ થયા બાદ એક આઇપૅડને બે વખત ચાર્જ કરી શકાય છે. ૨૮૩ પાઉન્ડ (આશરે ૨૫,૦૦૦ રૂપિયા)ની કિંમતનું આ વૃક્ષ મોબાઇલ ફોનને ચાર કલાકમાં ચાર્જ કરી શકે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK