નિ:શુલ્ક લાગતી સેવાઓમાં મોટે ભાગે આડકતરી ચુકવણીઓ કરવી પડે છે

Published: 15th October, 2011 20:05 IST

સામાન્ય રીતે નિ:શુલ્ક સુવિધાઓને કન્ઝ્યુમર પ્રોટેક્શન ઍક્ટમાંથી મુક્તિ આપવામાં આવે છે, પણ કેટલાક કેસમાં આ સુવિધાઓ પહેલી નજરે નિ:શુલ્ક લાગતી હોવા છતાં કોઈ અલગ રીતે એની ચુકવણી થતી હોય છે. આ કિસ્સાઓમાં શું થાય છે?

 

(ગ્રાહક હેલ્પલાઇન - જહાંગીર ગાય)

વિષય : કર્મચારીઓને કંપની તરફથી મળતા લાભની નિ:શુલ્ક સુવિધાનો કન્ઝ્યુમર પ્રોટેક્શન ઍક્ટમાં સમાવેશ

બૅકડ્રૉપ

સામાન્ય રીતે નિ:શુલ્ક સુવિધાઓને કન્ઝ્યુમર પ્રોટેક્શન ઍક્ટમાંથી મુક્તિ આપવામાં આવે છે, પણ કેટલાક કેસમાં આ સુવિધાઓ પહેલી નજરે નિ:શુલ્ક લાગતી હોવા છતાં કોઈ અલગ રીતે એની ચુકવણી થતી હોય છે. આ કિસ્સાઓમાં શું થાય છે?

કેસસ્ટડી-૧

શરૂઆતમાં જ્યારે કન્ઝ્યુમર પ્રોટેક્શન ઍક્ટ લાગુ પાડવામાં આવ્યો હતો ત્યારે તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યક્તિઓએ દલીલ કરી હતી કે તેઓ પર્સનલ સર્વિસ આપી રહી હોવાને કારણે એ કાયદાથી પર છે. આ દલીલ કરીને તેમણે કન્ઝ્યુમર પ્રોટેક્શન ઍક્ટમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો. આ મુદ્દે અલગ-અલગ ર્કોટે વિરોધાભાસી ચુકાદા આપ્યા છે. ધ નૅશનલ કમિશને ‘એ કૉન્ટ્રૅક્ટ ઑફ પર્સનલ સર્વિસ’ અને ‘એ કૉન્ટ્રૅક્ટ ફૉર પર્સનલ સર્વિસ’નો તફાવત સ્પષ્ટ કર્યો છે. ‘એ કૉન્ટ્રૅક્ટ ઑફ પર્સનલ સર્વિસ’માં માલિક અને કર્મચારીની સંબંધો મુખ્ય સ્થાન છે, જેમાં માલિક કર્મચારીને શું કામ કરવાનું છે અને કઈ રીતે કરવાનું છે એની સૂચના આપે છે, જ્યારે ‘એ કૉન્ટ્રૅક્ટ ફૉર પર્સનલ સર્વિસ’માં કોઈ પ્રોફેશનલ પોતાનાં કૌશલ, જ્ઞાન અને માહિતીની મદદથી સમસ્યાનો કઈ રીતે ઉકેલ લાવવો છે એનો નર્ણિય આપમેળે લે છે. જ્યારે આનો લાભ મેળવતી વ્યક્તિ આ મુદ્દે કંઈ પણ કહી  નથી શકતી. આખરે આ વિવાદ સુપ્રીમ ર્કોટ સુધી પહોંચી ગયો હતો. જ્યાં ઇન્ડિયન મેડિકલ અસોસિએશન અને વી. પી. શાંતા વચ્ચેના કેસના વિવાદનો ઉકેલ લાવીને ડૉક્ટરોને કન્ઝ્યુમર પ્રોટેક્શન ઍક્ટ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા.

આના પછી બીજો મુદ્દામાં હૉસ્પિટલને આવરી લેવામાં આવી હતી. સામાન્ય રીતે હૉસ્પિટલોનો ત્રણ કૅટેગરીમાં વર્ગીકરણ કરવામાં આવે છે. પહેલી કૅટેગરીમાં માત્ર પૈસા ભરી શકતા દરદીઓનો સમાવેશ કરતી હૉસ્પિટલનો, બીજી કૅટેગરીમાં નિ:શુલ્ક સારવાર આપતી હૉસ્પિટલોનો અને ત્રીજી કૅટેગરીમાં પૈસા લઈને અને ફ્રીમાં એમ બન્ને પ્રકારે સારવાર આપતી હૉસ્પિટલોનો સમાવેશ થાય છે. વી. પી. શાંતાના કેસમાં સુપ્રીમ ર્કોટે ચુકાદો આપ્યો હતો કે પહેલી કૅટેગરીની હૉસ્પિટલમાં સારવાર લેતા દરદીઓ બેધડક કન્ઝ્યુમર ફોરમનો દરવાજો ખટખટાવી શકે છે, જ્યારે બીજી કૅટેગરીની હૉસ્પિટલમાં નિ:શુલ્ક સારવાર લેતા દરદીઓ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઍક્ટનો ફાયદો ઉઠાવી શકે નહીં. જ્યાં સુધી ત્રીજી કૅટેગરીની હૉસ્પિટલનો સવાલ છે ત્યાં સુધી ત્યાં નિ:શુલ્ક સારવાર મેળવતા અને પૈસા ભરીને સારવાર મેળવતા બન્ને પ્રકારના દરદીઓ સમસ્યા ઊભી થાય તો કન્ઝ્યુમર ફોરમનો સંપર્ક કરી શકે છે, કારણ કે ત્યાં જે નિ:શુલ્ક સારવાર આપવામાં આવે છે એનો ખર્ચ આમ તો જે દરદીઓ પૈસા ભરીને સારવાર લે છે એમાંથી જ કાઢવામાં આવે છે.

કેસસ્ટડી-૨

પછી એક બીજો રસપ્રદ મુદ્દો ઊભો થયો હતો. જ્યારે કોઈ કંપની તેના કર્મચારીને લાભ આપવા માટે નિ:શુલ્ક ટ્રીટમેન્ટ અપાવે ત્યારે શું? આ કેસમાં રેલવેના એક કર્મચારીએ રેલવે હૉસ્પિટલ પર તેની પત્નીની સારવારમાં બેદરકારી દાખવી હોવાનો આરોપ મૂક્યો હતો. વી. પી. શાંતાના આ કેસમાં મહારાષ્ટ્ર સ્ટેટ કમિશન અને ધ નૅશનલ કમિશને ચુકાદો આપ્યો હતો કે આ હૉસ્પિટલ ખાસ રેલવેના કર્મચારીઓ અને તેમના પરિવાર માટે છે જ્યાં મેડિકલ ટ્રીટમેન્ટના ખર્ચની પરવા કર્યા વગર નિ:શુલ્ક સારવાર આપવામાં આવે છે. આમ, આ ફરિયાદ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઍક્ટની ક્ષેત્રમાં નથી આવતી.

આ આખો મામલો સુપ્રીમ ર્કોટમાં પહોંચ્યો હતો, જ્યાં એણે નોંધ કરી હતી કે રેલવે હૉસ્પિટલની વ્યવસ્થા રેલવેના કર્મચારીઓ અને તેમના પરિવારને ઓછા દરે સારવાર મળી શકે એ માટે ઊભી કરવામાં આવી છે. આ સુવિધા તેમની નોકરી અંતર્ગત મળતા લાભનો હિસ્સો છે. આમાં ભલે દરદી સારવાર માટે મામૂલી ખર્ચ કરતો હોય, પણ સમગ્ર ટ્રીટમેન્ટનો ખર્ચ તો રેલવે ભોગવે જ છે. વી. પી. શાંતાના કેસમાં સુપ્રીમ ર્કોટે રેલવે હૉસ્પિટલમાં સારવારમાં દાખવવામાં આવેલી બેદરકારી બદલ એને કન્ઝ્યુમર પ્રોટેક્શન ઍક્ટ હેઠળ ગુનો નોંધી શકાય છે એવો ચુકાદો આપ્યો હતો.   

ઇમ્પૅક્ટ

આમ દરેક પ્રોફેશનલ તે જે સર્વિસ આપે છે એના માટે જવાબદાર છે. સુપ્રીમ ર્કોટના એના આગળના ચુકાદાનું સ્પષ્ટીકરણ કરતા કન્ઝ્યુમર પ્રોટેક્શન ઍક્ટને વધારે બહોળો અવકાશ મળે છે. હવે કંપની તરફથી નિ:શુલ્ક સુવિધાનો લાભ ઉપાડતા ગ્રાહકો પણ સમસ્યા ઊભી થાય તો કન્ઝ્યુમર ફોરમનો સંપર્ક કરી શકે છે.

લેખક કન્ઝ્યુમર ઍક્ટિવિસ્ટ છે અને ભારત સરકાર તરફથી ગ્રાહક-સુરક્ષા માટેના નૅશનલ યુથ અવૉર્ડ વિનર છે. (કન્ઝ્યુમર કોર્ટની ડિસ્ટ્રિક્ટ ફોરમની ઑફિસ પરેલ (ઈસ્ટ), બાંદરા (ઈસ્ટ), થાણે અને નવી મુંબઈમાં; સ્ટેટ કમિશનની ઑફિસ સીએસટી (છત્રપતિ શિવાજી ટર્મિનસ)ની સામે અને નૅશનલ કમિશનની ઑફસ દિલ્હીમાં આવેલી છે. જો તમારે કન્ઝ્યુમર કોર્ટમાં કેસ ફાઇલ કરવો હોય અને એ વિશે માર્ગદર્શન જોઈતું હોય તો જહાંગીર ગાયનો ૨૨૦૮ ૨૧૨૧ અથવા કન્ઝ્યુમર વેલ્ફેર અસોસિએશનના મિસ્ટર મૅસ્કરેન્હૅસનો ૨૪૪૫ ૪૯૩૬ નંબર પર સંપર્ક કરી શકો છો)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK