આજનું યુથ મોબાઇલ અને ફ્રેન્ડ સર્કલમાં વ્યસ્ત રહેતું હોય છે, પરંતુ મીરા રોડના ચાર મિત્રોએ કોવિડ-19માં પોલીસે કરેલી જહેમત આંખે જોઈ હોવાથી તેમના માટે કંઈ કરવાની આતુરતા તેમના મનમાં હતી. એથી એકબીજા સાથે ચર્ચા કરીને તેમણે મીરા-ભાઈંદરના પોલીસ વિભાગ માટે ૩ દિવસની મેડિકલ ઇવેન્ટનું પોતાની રીતે આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ સફળ રહેતાં હવે આ મિત્રો મુંબઈ પોલીસ માટે પણ આવી ઇવેન્ટનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યા છે.
મીરા રોડના સેક્ટર-પાંચમાં રહેતા ૨૧ વર્ષના ગુજરાતી યુવાન નિશિત શાહ, હાટકેશમાં રહેતા આશિષ ગાડગે, સંદિપ સહાની, મનિષ શેટ્ટીએ મળીને મીરા-ભાઈંદર, વસઈ-વિરારના પોલીસ-કમિશનરનો સંપર્ક કરીને તેમના વિચાર માંડ્યા હતા. તેમની મદદથી તેમણે ડીસીપી સાથે ચર્ચા કરીને ૩ દિવસની મેડિકલ ઇવેન્ટ કરીને ટ્રાફિક-પોલીસ સહિત ૧૨ પોલીસ-સ્ટેશનના ૪૦૦ પોલીસ-અધિકારીઓ, કર્મચારીઓની મેડિકલ ટેસ્ટ કરાવી હતી. સંપૂર્ણ માહિતી આપતાં નિશિત શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સીબીસી (૧૩ પૅરામીટર્સ), કિડની, એચબીએ (હાથ-પગના જૉઇન્ટ માટે), કોવિડ-19 ઍન્ટિબૉડી ટેસ્ટ જેવી ટેસ્ટ કરાઈ હતી. એ ઉપરાંત બે કન્સલ્ટન્ટ ડૉક્ટર સુધ્ધાં રાખ્યા હતા જેથી કોઈ સમસ્યા હોય તો એનું તાત્કાલિક નિવારણ લાવી શકાય. મનીષ અને તેની કંપની દ્વારા અમને ખૂબ સહયોગ મળ્યો હોવાથી અમારો આ વિચાર હકીકતમાં પરિવર્તિત થયો હતો. બુધવારે ઇવેન્ટનો છેલ્લો દિવસ હતો અને ૪૦૦ પોલીસની ટેસ્ટ કરાઈ હતી. અમને સારો પ્રતિસાદ મળ્યો હોવાથી અમે મુંબઈ પોલીસના સંપર્કમાં છીએ. એથી આવનાર દિવસોમાં મુંબઈ પોલીસ માટે કંઈ કરવાનો પ્રયત્ન કરીશું.’
દેશમાં અત્યાર સુધી ૧.૮ કરોડ લોકોને રસી અપાઈ
6th March, 2021 12:50 ISTકેન્દ્રએ મૉલ, રેસ્ટોરાં, ધાર્મિક સ્થળો માટે જાહેર કરી નવી ગાઇડલાઇન્સ
6th March, 2021 12:42 ISTએક જ દિવસમાં ૧૬,૮૩૮ નવા કેસ, માત્ર મહારાષ્ટ્રમાં જ મળ્યા ૧૦,૨૧૬ કેસ
6th March, 2021 12:33 ISTમાસ્ક ન પહેરનારા લોકો પાસેથી પૈસા વસૂલ કરતા બનાવટી પોલીસની ધરપકડ
6th March, 2021 09:09 IST