એક જ કુટુંબના 4 જણની હત્યા, છેલ્લા શ્વાસ લેતા પહેલા બાળકે કર્યું આ...

Published: 25th November, 2020 17:05 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

એક બિલ્ડરે તેની પત્ની, છોકરા, છોકરી, વહુ અને 13 વર્ષના પૌત્રને કુહાડીથી મારી નાખ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

પંજાબના લુધિયાનાના મયુર વિહાર વિસ્તારમાં એક ઘરમાં ચાર લોકોનો મૃતદેહ મળતા આખા વિસ્તારમાં સનસની ફેલાઈ છે. તપાસ બાદ ખબર પડી કે એક બિલ્ડરે તેની પત્ની, છોકરા, છોકરી, વહુ અને 13 વર્ષના પૌત્રને કુહાડીથી મારી નાખ્યો હતો. મૃત્યુના થોડાક સમય પહેલા છોકરાએ સંપૂર્ણ ઘટના તેના મામાને ફોન કરીને કહી હતી. મામા સાથે છેલ્લી જે વાતચીત થઈ એ સાંભળીને આપણે રડી પડીએ અવી દર્દનાક હતી.

13 વર્ષના આ બાળકે કુટુંબના દરેક સભ્યની મોત પોતાના આંખથી જોઈ હતી. જ્યારે બિલ્ડર રાજીવ સુંડા તેની વહુ ગરિમાને મારી રહ્યો હતો ત્યારે આ છોકરાએ તેના મામાને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસ કમિશ્નર રાકેશ અગ્રવાલનું પણ કહેવુ છે કે જ્યારે વહુ ઉપર હૂમલો થયો હતો ત્યારે આ છોકરાએ મામાને ફોન કર્યો હતો. ત્યારબાદ ગૌરવ અને તેના પિતા અશોક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેઓ પહોંચે તે પહેલા જ પરિવારના દરેક સભ્યોનું મોત થયુ હતું.

last call

પોલીસ આરોપી રાજીવને શોધી રહી છે. તેને પકડ્યા બાદ જ સમગ્ર ઘટના વિગતવાર સમજાશે. પાડોશીઓનું કહેવું છે કે રાજીવ સુંડાનું કુટુંબ પોતે ઘરની બહાર નીકળતુ નહોતુ તેમ જ બાળકને પણ ઘરની બહાર જવા દેતા નહોતા. આસપાસના બાળકોને પણ ખબર નથી કે આ ઘરનું બાળક કંઈ સ્કૂલમાં ભણે છે. લૉકડાઉન દરમિયાન ફક્ત એક જ દિવસ પાડોશીએ આ બાળકને જોયો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK