H1-B વિઝા ફ્રૉડ બદલ ચાર ભારતીય-અમેરિકનની ધરપકડ

વૉશિંગ્ટન | Jul 04, 2019, 11:06 IST

અમેરિકામાં એચ-વનબી વિઝા ફ્રૉડ બદલ બે આઇટી સ્ટફિંગ કંપનીના ચાર ભારતીય-અમેરિકનની ધરપકડ કરવામાં આવી છે.

H1-B વિઝા ફ્રૉડ બદલ ચાર ભારતીય-અમેરિકનની ધરપકડ
પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં એચ-વનબી વિઝા ફ્રૉડ બદલ બે આઇટી સ્ટફિંગ કંપનીના ચાર ભારતીય-અમેરિકનની ધરપકડ કરવામાં આવી છે. વિરોધીઓ સામે ખોટી રીતે પોતાને શ્રેષ્ઠ પુરવાર કરવાની હોડમાં આ બે આઇટી કંપનીઓએ એચ-૧બી વિઝા પ્રોગ્રામમાં ચેડાં કર્યાં હોવાનો ઘટસ્ફોટ થયો છે એમ યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું.

યુએસની કંપનીઓમાં કૌશલ્ય ધરાવતા વિદેશી નાગરિકોને રોજગારી માટે એચ-વનબી વિઝા હેઠળ મંજૂરી આપવામાં આવે છે. આ વિઝાનો સૌથી વધુ લાભ ભારતીય આઇટી કંપનીઓના અધિકારીઓને મળી રહ્યો છે. કુલ માન્યતા પ્રાપ્ત વિઝાના ૭૫ ટકા ભારતીય આઇટી કંપનીઓને આપવામાં આવે છે.

ન્યુ જર્સીના વિજય માને (ઉં. ૩૯), વેન્કટરમન મન્નમ (ઉં. ૪૭) અને ફર્નાન્ડો સિલ્વા (ઉં. ૫૩) અને કૅલિફૉર્નિયાના સતિશ વેમુરી (ઉં. ૫૨) વિરુદ્ધ વિઝા ફ્રૉડ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મન્નમ અને સિલ્વા ૨૫ જૂનના રોજ જજ લેડા ડન સમક્ષ હાજર રહ્યા હતા. આ ઉપરાંત માને પણ ૨૭ જૂનના જજ વેટ્રે સમક્ષ ઉપસ્થિત થયો હતો.

આ તમામ દોષીના ૨.૫ લાખ યુએસ ડૉલરના બૉન્ડ પર જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. વિઝા ફ્રૉડ બદલ તમામ દોષીને મહત્તમ પાંચ વર્ષની જેલ અને ૨.૫ લાખ ડૉલરનો દંડ થવાની સંભાવના છે.

આ પણ વાંચો : બાસ્કેટબૉલ રોબોએ સતત 2000 ફ્રી થ્રો કરીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ઉપરોક્ત ચારેય દોષીમાં બે આઇટી ભરતી કંપની પ્રોક્યોર પ્રોફેશનલ્સ ઇન્ક અને ક્રિપ્ટો આઇટી સૉલ્યુશન્સ ઇન્કનું સંચાલન કરે છે જે ન્યુ જર્સીના મિડલસેક્સ કાઉન્ટીમાં આવેલી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK