આશિષ બંસલ રાયગડમાં ફૅક્ટરી ધરાવતો હતો. ૧૩ ડિસેમ્બરે તેમનું અને તેમના ડ્રાઇવર નીલેશ રિકામેનું મુંબઈ-પુણે એક્સપ્રેસવે પરથી અપહરણ થયું હતું.
આશિષ બંસલના પિતરાઈ અનિલ બંસલે કહ્યું હતું કે ‘અપહરણ બાદ બંસલે તેમના નાના ભાઈને ફોન કરીને તેની પાસે પ૦ લાખ રૂપિયાની માગણી કરી હતી. જ્યારે તેણે આની પાછળનું કારણ પૂછuું ત્યારે તેમણે પોતાનું અપહરણ થયું હોવાનું જણાવ્યા વિના માગણી ચાલુ રાખી હતી. એ જ રાત્રે બંસલને તેમના બે કર્મચારીઓ અને સંબંધીઓએ વાશીમાં ૪૧ લાખ રૂપિયા પહોંચાડ્યા હતા. ત્યાર બાદ આમિર ખાન, નુસરત અલી ખાન, આસિફ હુસેન અને રિઝવાન વાડિયા નામના ચાર આરોપીઓએ આશિષ બંસલને ઠાર કરીને લાશ ખાલાપુરમાં ફેંકી દીધી હતી.’
મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે શુક્રવારે રાતે ૧.૪૫ વાગ્યે ચારેય આરોપીઓને બેલાપુરમાં ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી ૧૩ લાઇવ રાઉન્ડ, એક મૅગેઝિન, આઠ મોબાઇલ ફોન, પાંચ સિમ-કાર્ડ, કેટલાંક ક્રેડિટ કાર્ડ્સ અને આઇ-કાર્ડ્સ જપ્ત કર્યા હતાં.
એક જ કુટુંબના 4 જણની હત્યા, છેલ્લા શ્વાસ લેતા પહેલા બાળકે કર્યું આ...
25th November, 2020 17:05 ISTમહિલાએ પ્રેમીની મદદથી પતિની હત્યા કરી
9th September, 2020 22:07 ISTટોળાએ ‘મજા’ માટે એક માણસને માર્યો, હૉસ્પિટલમાં મોત
6th September, 2020 14:37 ISTપત્નીની હત્યા કરીને એક ‘ઝેરીલું જંતુ’ કરડ્યું હોવાની સ્ટોરી બનાવી
2nd September, 2020 16:04 IST