મહારાષ્ટ્ર : વસઈમાં ચૂંટણી અધિકારીના ઘરેથી 4 EVM મસીન મળી આવતા ખળભળાટ

Published: 15th October, 2014 08:50 IST

વિધાનસભાના ઇલેક્શનમાં વસઈમાં એક શૉકિંગ ઘટના બહાર આવી હતી. વસઈ વિધાનસભા મતદાર સંઘનો ઝોનલ ઑફિસર મતદાનકેન્દ્રથી ગઈ કાલે વાલિવ આવેલા તેના ઘરે ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન લઈ ગયો હતો.
આ વિશે ભૂતપૂર્વ વિધાનસભ્ય વિવેક પંડિતને જાણ થતાં તેમણે પાલઘરના કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઑફિસરને ફરિયાદ કરી હતી. આથી તપાસ કરી ઝોનલ ઑફિસરના ઘરમાંથી વોટિંગ મશીન જપ્ત કરીને વસઈના તહસીલદારના કાર્યાલયમાં આપી દેવામાં આવ્યાં હતાં. આ આખી ઘટના સંદર્ભે રર્પિોટ બન્યા બાદ ઝોનલ ઑફિસર સામે પગલાં લેવાની સાથે વાલિવ પોલીસ દ્વારા ફરિયાદ પણ નોંધવામાં આવે એવી શક્યતા છે.

આ ઘટના વિશે વસઈથી વિધાનસભાની ચૂંટણી લડી રહેલા જનઆંદોલન સમિતિના વિવેક પંડિતે ફરિયાદ કરતાં કોઈએ ધ્યાન આપ્યું નહોતું. આથી અંતે તેમણે વસઈના ઍડિશનલ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ એસ. ડી. કોકાટેને ફરિયાદ કરતાં તેમણે એક ફ્લાઇંગ સ્ક્વૉડ લઈને ઝોનલ ઑફિસર અશોક માંધરેના ઘરે જઈને ત્યાંથી મશીન જપ્ત કર્યા હતાં. અશોક વસઈ-વિરાર સુધરાઈનો અધિકારી છે અને તેને ઇલેક્શનની ડ્યુટી માટે સ્પેશ્યલ ઑફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. આથી અશોકને સસ્પેન્ડ કરવાની માગણી પણ કરવામાં આવી છે.

આ વિશે વસઈના તહસીલદાર સુનીલ કોલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે બન્ને મશીનને જપ્ત કર્યા છે. આ મશીન સીલ કરેલાં હોવાથી વધુ ચિંતા કરવાનો વિષય નથી. આ વિશે તપાસ કરીને વધુ માહિતી મેળવીને યોગ્ય પગલાં લેવામાં આવશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK