Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બે વ્યક્તિની ધરપકડ સાથે વાશીમાં ઘરચોરીના ચાર કેસ ઉકેલાયા

બે વ્યક્તિની ધરપકડ સાથે વાશીમાં ઘરચોરીના ચાર કેસ ઉકેલાયા

08 December, 2020 11:03 AM IST | New Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બે વ્યક્તિની ધરપકડ સાથે વાશીમાં ઘરચોરીના ચાર કેસ ઉકેલાયા

વાશી પોલીસ આરોપી પાસેથી જપ્ત કરાયેલા મુદ્દામાલ સાથે

વાશી પોલીસ આરોપી પાસેથી જપ્ત કરાયેલા મુદ્દામાલ સાથે


વાશી પોલીસે ચાર ઘરચોરીના કેસ ઉકેલ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી વાશીના નવી મુંબઈ વિસ્તારમાં ચોરીની ઘટના વધી હતી એ જોતાં પોલીસે ચોરી થયેલી જગ્યાઓના ૧૦૦ કરતાં વધુ સીસીટીવી કૅમેરા તપાસીને બે આરોપીની ધરપકડ કરી છે. તેઓ પાસેથી આશરે ચાર લાખ રૂપિયાની મતા મળી આવી છે.

પોલીસે જણાવ્યા અનુસાર વાશીમાં ૧૫ દિવસ પહેલાં ચોરીની ઘટના બની હતી જેમાં ચોર ઘરમાં પડેલા દોઢ લાખના દાગીના અને રોકડ લઈ નાસી ગયા હતા. ત્યાર બાદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. છેલ્લા એક મહિનામાં ચોરીની ઘટના વધતાં પોલીસે અનેક વિભાગ બનાવી ચોરી થયેલા વિસ્તારની તપાસ કરી હતી, જેમાં બે શંકાસ્પદ માણસ દેખાયા હતા. તેઓની તપાસ કરી સંજય કાંબળે અને સદ્દામ ખાનની ધરપકડ કરી હતી.



વાશી પોલીસ સ્ટેશના એક અધિકારીએ કહ્યું હતું કે આરોપી વિરુદ્ધ મુંબઈ સહિત થાણે અને નવી મુંબઈના આશરે ૪૫થી ૫૦ કેસ દાખલ છે. તેઓ પાસેથી આશરે ૩,૭૭,૦૦૦ રૂપિયાની મતા જપ્ત કરવામાં આવી છે. કોર્ટમાં હાજર કરતાં તેઓને ૧૦ ડિસેમ્બર સુધીની પોલીસ-કસ્ટડી આપવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

08 December, 2020 11:03 AM IST | New Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK