મુંબઈમાં શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર્સે ખોલી સીફૂડ રેસ્ટોરાં

મુંબઈ | Feb 10, 2019, 15:03 IST

શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર કુમાર સંગાકારા અને મહિલા જયવર્દનેએ સંયુક્ત રીતે મુંબઈના ખાર વિસ્તારમાં એક સીફૂડ રેસ્ટોરન્ટ ખોલી છે.

મુંબઈમાં શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર્સે ખોલી સીફૂડ રેસ્ટોરાં
કુમાર સંગાકારા અને મહિલા જયવર્દને પોતાના રેસ્ટોરન્ટના ઓપનિંગમાં

મુંબઈના સીફૂડ લવર્સ માટે એક હવે એક નવી રેસ્ટોરન્ટ ખૂલી ગઈ છે. શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર કુમાર સંગાકારા અને મહિલા જયવર્દનેએ સંયુક્ત રીતે મુંબઈના ખાર વિસ્તારમાં એક સીફૂડ રેસ્ટોરન્ટ ખોલી છે. આ રેસ્ટોરન્ટને 'મિનિસ્ટ્રી ઑફ ક્રેબ્ડ' નામ આપવામાં આવ્યું છે. છેલ્લા બે દાયકામાં શ્રીલંકન ક્રિકેટનું નેતૃત્વ કરી રહેલા આ બંને પ્લેયર્સે આવી રેસ્ટોરન્ટ પહેલા શ્રીલંકામાં ખોલી હતી, જ્યાં આ રેસ્ટોરન્ટને ખૂબ સફળતા મળી હતી.

રેસ્ટોરન્ટ ઓપનિંગમાં જોવા મળ્યા સ્ટાર્સ ક્રિકેટર્સ અને એક્ટર્સ

 

ઉલ્લેખનીય છે કે પોતાના ક્રિકેટ કરિયર દરમિયાન અને નિવૃત્તિ પછી પણ કુમાર સંગાકારા અને મહિલા જયવર્દને ઓન એન્ડ ઓફ ધ ફિલ્ડ બેસ્ટ ફ્રેન્ડ્સ રહ્યા છે. બંનેએ સાથે મળીને ODI ક્રિકેટમાં 26,000 રન્સ અને ટેસ્ટ ક્રિકેટમાં 24,000 રન્સ ફટકાર્યા છે.

આ પણ વાંચો: ઐશ્વર્યાએ પોતાના હોલિવુડ ડેબ્યુને લઈને કર્યો ખુલાસો, જાણશો તો ચોંકી જશો

શ્રીલંકન ક્રિકેટર્સના રેસ્ટોરન્ટ ઓપનિંગમાં ક્રિકેટ અને બોલિવુડ જગતની સેલેબ્રિટિઝે હાજરી આપી હતી. આ ઓપનિંગમાં ક્રિકેટર ઝહીર ખાન પત્ની સાગરિકા ઘાટગે સાથે જોવા મળ્યો હતો. ક્રિકેટર યુવરાજ સિંહ પણ પત્ની હેઝલ સાથે ઇવેન્ટમાં આવ્યો હતો. આ ઉપરાંત રિયા કપૂર પિતા અનિલ કપૂર સાથે સ્ટાઇલિશ લુકમાં ઇવેન્ટમાં જોવા મળી હતી. ભૂતપૂર્વ ઇન્ડિયન ક્રિકેટર અજીત અગરકર પણ પત્ની ફાતિમા અગરકર સાથે ઇવેન્ટમાં જોવા મળ્યો હતો.

પોપ્યુલર રેડિયો જોકી મલિષ્કા અને રાઇટર શોભા ડે પણ રેસ્ટોરન્ટ ઓપનિંગના ફંક્શનમાં સામેલ થયા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK