પાક. PM ઇમરાન ખાનને એક વધુ મોકો મળવો જોઈએ: મહેબૂબા મુફ્તી

Published: Feb 19, 2019, 18:07 IST | શ્રીનગર

ભૂતપૂર્વ જમ્મુ-કાશ્મીર સીએમ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનને વધુ એક મોકો મળવો જોઇએ.

મહેબૂબા મુફ્તી (ફાઇલ ફોટો)
મહેબૂબા મુફ્તી (ફાઇલ ફોટો)

પુલવામા આતંકી હુમલા પછી જમ્મુ-કાશ્મીરની પૂર્વ સીએમ અને પીડીપીના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે તેઓ પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનના પુરાવાવાળા નિવેદન સાથે અસંમત છે. પઠાણકોટ મામલે ભારતે ડોઝિયર સોંપ્યું હતું પરંતુ કોઈ એક્શન લેવાયું નહીં. સાથે જ, તેમણે એમ પણ કહ્યું કે ઇમરાન ખાનને એક વધુ મોકો મળવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે પુલવામા આતંકી હુમલા પછી ભારતની સખ્તાઈથી પાકિસ્તાનમાં ડરનો માહોલ છે. આ જ કારણ છે કે હવે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનને સ્પષ્ટતા કરવા માટે સામે આવવું પડ્યું છે. ઇમરાને મીડિયા સામે આવીને પુલવામા મામલે નિવેદન આપ્યું.

14 ફેબ્રુઆરીના રોજ થયેલા હુમલામાં પોતાના 40 વીર સપૂતોને ખોયા પછી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે. ભારતે સૌથી પહેલા પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો છીનવ્યો. ત્યારબાદ જી-20 દેશો સાથે વાત કરીને પાકિસ્તાનને અલગ-થલગ કરવાની રણનીતિ પર કામ શરૂ કરી દીધું.

આ પણ વાંચો: પંજાબ CMનો ઇમરાન ખાનને જવાબ- મસૂદને ના પકડી શકો તો અમને જણાવો

ઇમરાન ખાને કહ્યું કે પુરાવા વગર પાકિસ્તાન પર આરોપ લગાવવામાં આવ્યો છે. પાકિસ્તાનને પુલવામા હુમલામાંથી શું મળે? દરેક વખતે પાક પર આરોપ કેમ લગાવવામાં આવે છે? ભારતે કોઈ પુરાવા આપ્યા નથી. જો કોઈ પુરાવો મળે છે, તો કાર્યવાહી કરવાની ગેરંટી આપું છું. પુલવામા હુમલામાં પાકિસ્તાનનો હાથ નથી. અમે દરેક પ્રકારની તપાસ માટે તૈયાર છીએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK