જૂનાગઢમાં દીક્ષાંત સમારોહ કાર્યક્રમમાં રાજ્ય સરકારે બનાવેલા કોરોના વાઇરસના નિયમો નેવે મુકાયા હતા. જાણે રાજ્યમાંથી કોરોના જતો રહ્યો હોય એમ દીક્ષાંત પરેડ પહેલાં એલઆરડી જવાનોએ ગરબે ઘૂમીને નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. દીક્ષાંત પરેડ પહેલાં એલઆરડી જવાનો ગરબે ઘૂમતાં કાયદાના રખેવાળોએ જ કાયદો તોડ્યો હતો. જૂનાગઢમાં દીક્ષાંત સમારોહ કાર્યક્રમમાં એલઆરડી જવાનો માસ્ક પહેર્યા વગર ગરબા રમ્યા હતા. અહીં સોશ્યલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડાવ્યા હતા. તમને જણાવીએ કે જૂનાગઢમાં પોલીસ ટ્રેઇનિંગ સેન્ટરમાં દીક્ષાંત સમારોહ હતો. જૂનાગઢ પોલીસ ટ્રેઇનિંગ સેન્ટરમાં યોજાયેલા કાર્યક્રમમાં કોરોના ગાઇડલાઇનના લીરેલીરા ઊડ્યા હતા. પોલીસ તાલીમાર્થીઓ જ ગરબે ઘૂમતાં મોટો હોબાળો સામે આવ્યો છે.
સંસદના બજેટ સત્ર પૂર્વે સરકારે સર્વપક્ષી બેઠક યોજશે
21st January, 2021 15:03 ISTનેપાલને ૧૦ લાખ કોવિડ વૅક્સિન મોકલશે ભારત
21st January, 2021 14:52 IST૩૦ જાન્યુઆરીએ દેશભરમાં બે મિનિટનું મૌન રખાશે
21st January, 2021 14:40 ISTતેલંગણામાં કોરોનાની રસી લીધાના કલાકો બાદ હેલ્થ કૅર વર્કરનું મોત
21st January, 2021 14:31 IST