રાજકોટ : લ્યો બોલો, તાળું મારવાનું ભુલી ગયા ને તસ્કરોએ 2.75 લાખની ચોરી કરી

Published: Apr 20, 2019, 09:57 IST | રાજકોટ

ગુજરાતમાં લોકસભાની ચુંટણી 2019 ને હવે ગણતરીના દિવસો જ બાકી છે. જેને પગલે રાજ્યભરમાં પોલીસ ચુંટણીના બંદોબસ્તમાં લાગી છે અને વ્યસ્ત છે. તેવામાં રાજ્યમાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું છે. જેનો લાભ તસ્કરો લઇ રહ્યા છે.

પ્રતિકાત્મક ફોટો
પ્રતિકાત્મક ફોટો

ગુજરાતમાં લોકસભાની ચુંટણી 2019 ને હવે ગણતરીના દિવસો જ બાકી છે. જેને પગલે રાજ્યભરમાં પોલીસ ચુંટણીના બંદોબસ્તમાં લાગી છે અને વ્યસ્ત છે. તેવામાં રાજ્યમાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું છે. જેનો લાભ તસ્કરો લઇ રહ્યા છે. રાજકોટ શહેરમાં અલગ-અલગ ચોરીના ત્રણ બનાવો બન્યા છે. જેમાં બે મકાનમાંથી અને ચાર દુકાનમાંથી રૂ.5.63 લાખની મત્તાની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

તાળું મારવાનું ભુલી ગયા અને આકળીયો મારીને લગ્નમાં જતાં રહ્યા
રાજકોટ શહેરમાં શુક્રવારે ચોરીના અનેક બનાવો બન્યા.જેમાં રોહિદાસપરા મેઈન રોડ પર રહેતા જેસીંગભાઈ સોમાભાઈ પરમાર ગત તા.16મીના સવારે પોતાના મકાનને તાળું માયર્યા વગર માત્ર આકળિયો મારી ભગવતીપરામાં નંદનવન સોસાયટી-3માં રહેતા તેના મોટાભાઈના પુત્રના લગ્ન હોવાથી પત્ની અને પરિવાર સાથે ત્યાં ગયા બાદ બપોરે પાછા આવ્યા ત્યારે તેમના મકાનમાં ચીજવસ્તુઓ વેરવિખેર હતી. તપાસ કરતાં પતરાંની પેટી ગાયબ હતી જેમાં 1.2 લાખ રોકડા ઉપરાંત સોના-ચાંદીના દાગીના તેમજ પ્લોટના દસ્તાવેજ તસ્કરો ચોરી ગયા હતા. તેમજ ઉપરના માળે તેમના પુત્ર મયુરના કબાટમાં રાખેલા સોના-ચાંદીના દાગીના સહિત રૂ.2.75 લાખની મત્તાની ચોરી થયાનું બી-ડિવિઝનમાં નોંધાવ્યું છે.

આ પણ વાંચો : 
રાજકોટઃ51 ફૂટના તિરંગા સાથે નીકળી હનુમાન જયંતીની શોભાયાત્રા


CCTV
જોતા ખ્યાલ આવ્યો કે મહિલા તસ્કરોએ કરી હતી ચોરી
જેસીંગભાઈએ આસપાસના મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતાં આશરે 25થી 35 વર્ષની પાંચ મહિલાઓ તેમના ઘરમાં ચોરી કરવા ઘૂસી હોવાનું નજરે ચડયું હતું. આ અંગે બી-ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK