માર્ચ પછી પહેલીવાર મુંબઈમાં એક દિવસમાં કોરોનાથી માત્ર ૩ મૃત્યુ

Published: 4th January, 2021 08:20 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

રાજ્ય સરકારની તેમ જ બીએમસીની મહેનત રંગ લાવી છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કોરોનાની શરૂઆત થઈ છે તે ગયા વર્ષના માર્ચ મહિના બાદ ગઈ કાલે પહેલીવાર શહેરમાં માત્ર ૩ મોત નોંધાયા હતા. રાજ્ય સરકારની તેમ જ બીએમસીની મહેનત રંગ લાવી છે. સુધરાઈના કમિશનર ઇકબાલ સિંહ ચહલે તમામનો આભાર વ્યકત કરતા કહ્યું હતુ કે ‘મુંબઈના  નાગરિકોના સહયોગ અને સહકાર બદલ હું સૌનૌ આભાર માનતાં તેમને અભિનંદન પાઠવું છું. તમામ ડૉક્ટર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સ અને મીડિયાની ટીમનો ખૂબ ખૂબ આભાર જેમના દ્વારા ફેલાવવામાં આવેલી સકારાત્મક જાગૃતિને કારણે આ સંભવ બની શક્યું છે.’

કોરોના કાઉન્ટ

મુંબઈ

ગઈ કાલે મળેલા નવા કેસ          581

ગઈ કાલે મરનારની સંખ્યા         3

કોરોનાના કુલ કેસ                  295240

કુલ મરણાંક                        11135

 

મહારાષ્ટ્ર

ગઈ કાલે મળેલા નવા કેસ          3282

ગઈ કાલે મરનારની સંખ્યા         35

કોરોનાના કુલ કેસ                  1942136

કુલ મરણાંક                        49666

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK