સેફ્ટી માટે આ બોસ્નિયાની સ્કૂલે શરૂ કર્યા ઓપનઍર ક્લાસરૂમ

Published: Sep 10, 2020, 08:33 IST | Mumbai correspondent | Mumbai

ખૂબ ઓછા ભંડોળ સાથે શરૂ થયેલા આ પ્રોજેક્ટને જોતજોતામાં જ ભરપૂર સહાય અને ડોનેશન પણ મળી ગયું હતું. શહેરના મેયરે ઓપનઍર ક્લાસરૂમ માટે બાંધકામનું મટીરિયલ પૂરું પાડ્યું હતું.

સેફ્ટી માટે આ બોસ્નિયાની સ્કૂલે શરૂ કર્યા ઓપનઍર ક્લાસરૂમ
સેફ્ટી માટે આ બોસ્નિયાની સ્કૂલે શરૂ કર્યા ઓપનઍર ક્લાસરૂમ

મધ્ય બોસ્નિયાના કાકુની ગામની એક સ્કૂલની ટીચરે ઉનાળુ વેકેશનના દિવસોનો સદુપયોગ કરીને સ્કૂલના સ્ટુડન્ટ અને સમાજના લોકોની ખુશી માટે સ્કૂલની બહાર ઓપનઍર ક્લાસરૂમ બાંધ્યો છે.
આ ક્લાસરૂમ એ રીતે બાંધવામાં આવ્યો છે કે ટીચર તેમ જ સ્ટુડન્ટ્સને ફ્રેશ હવા મળી શકે. સ્કૂલમાં માત્ર ૧૦૦૦ સ્ટુડન્ટ્સ છે. ઓપનઍર ક્લાસરૂમ બનાવવાનો વિચાર આ સ્કૂલના ટીચર્સના મનમાં ઘણા વખતથી હતો, પણ લૉકડાઉનને કારણે તે અમલમાં મૂકી શકાયો નહોતો. ખૂબ ઓછા ભંડોળ સાથે શરૂ થયેલા આ પ્રોજેક્ટને જોતજોતામાં જ ભરપૂર સહાય અને ડોનેશન પણ મળી ગયું હતું. શહેરના મેયરે ઓપનઍર ક્લાસરૂમ માટે બાંધકામનું મટીરિયલ પૂરું પાડ્યું હતું.
એક મહિનામાં ક્લાસરૂમનું બાંધકામ તૈયાર થઈ ગયું અને બાળકોને ભણવા માટે ટીચરે ડઝનેક લાકડાની બેન્ચ તૈયાર કરી, વૃક્ષો રોપ્યાં તેમ જ ક્લાસરૂમ માટે આવશ્યક તમામ સુવિધાઓ પણ ઊભી કરી. ક્લાસરૂમમાં ગિરદી ન થાય એ માટે સ્ટુડન્ટ્સને નાના જૂથમાં વિભાજિત કરાયા છે. એક ગ્રુપનાં બાળકો સોશ્યલ ડિસ્ટન્સિંગના ધોરણોનું પાલન કરતાં સ્કૂલમાં અભ્યાસ કરે છે, જ્યારે કે બીજા જૂથનાં બાળકો ઘરેથી ઑનલાઇન અભ્યાસ કરે છે. સ્કૂલમાં આવતાં અને સ્કૂલમાંથી ઘરે જતાં માસ્ક ફરજિયાત છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK