રોકાણકારોનો વિશ્વાસ વધારવા ટૂંક સમયમાં વધુ પગલાં : પી. ચિદમ્બરમ

Published: 23rd September, 2012 05:11 IST

નાણાંપ્રધાન પી. ચિદમ્બરમે ગઈ કાલે જણાવ્યું હતું કે સરકાર રોકાણકારોનો આત્મવિશ્વાસ વધારવા તથા આર્થિક સુધાર માટે આગામી દિવસોમાં વધુ પગલાં ભરશે. હાલમાં લેવાયેલાં પગલાં સામે શૅરબજારે હકારાત્મક પ્રતિક્રિયા આપતાં ચિદમ્બરમે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે નાના અને મોટા પાયે વિવિધ પ્રકારનાં પગલાં ભરવામાં આવશે, જેના કારણે આર્થિક વાતાવરણ સુધરશે. દિલ્હીમાં આર્થિક વિકાસ વિશેની કૉન્ફરન્સને સંબોધતાં નાણાપ્રધાને જણાવ્યું હતું કે ટૅક્સ વિશેના કાયદામાં અસ્પષ્ટતાને કારણે ઘણી અસ્થિરતા પેદા થતી હોય છે, જે સારા આર્થિક વાતાવરણ માટે આવકારદાયક વાત નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK