ગુજરાતમાં બનશે 'ઉડતી કાર', જાણો તેની વિશેષતાઓ

Published: Sep 13, 2019, 10:50 IST | ગાંધીનગર

ગુજરાતમાં બનવા જઈ રહી છે ઉડતી કાર. ત્યારે ચાલો જાણીએ આ કાર કેવી હશે અને તેની વિશેષતાઓ શું હશે?

ગુજરાતમાં બનશે 'ઉડતી કાર', જાણો તેની વિશેષતાઓ
ગુજરાતમાં બનશે 'ઉડતી કાર', જાણો તેની વિશેષતાઓ

દુનિયાની પહેલી ફ્લાઈંગ કાર બનાવતી કંપની PAL-V ગુજરાતમાં પોતાનો પ્લાન્ટ નાખવા જઈ રહી છે. કંપની ગુજરાતમાં પ્લાન્ટ લગાવીને આખા એશિયામાં પોતાનો ફેલાવો કરવા માંગે છે. કંપનીના અધિકારીઓએ મુખ્યમંત્રીને મળીને વાત કરી હતી. જે બાદ મુખ્યમંત્રીએ કંપનીને તમામ જરૂરી સુવિધાઓ અપાવવાનું વચન આપ્યું છે. સરકારે જમીનથી લઈને વીજળી, પાણી જેવી તમામ મૂળભૂત સુવિધા સાથે સરકાર તરફથી તમામ સહકારની ખાતરી આપી છે.

ક્યારે થશે શરૂઆત?
કંપનીએ ડિસેમ્બર 2018થી કારનું પ્રી-બુકિંગ શરૂ કરી દીધું છે. કંપનીના અધિકારીઓનો દાવો છે કે તેઓ 2020 સુધીમાં પહેલા ગ્રાહકને ફ્લાઈંગ કાર ઉપલબ્ધ કરાવી શકે છે. આ જ કારણ છે કે કંપની જલ્દી જ પોતાનો પ્લાન્ટ સેટઅપ કરવા માંગ છે.

ત્રણ દેશોમાં શરૂ થશે વેચાણ
કારનું બુકિંગ શરૂ થવાની સાથે કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે શરૂઆતમાં આ કાર બ્રિટેન, યૂરોપ અને ઉત્તરીય અમેરિકામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો કે, ભારતમાં તેને પ્લાન્ટ લગાવવાની સાથે એશિયાના દેશોમાં તે મળશે તેવી આશા વધી ગઈ છે.

કેટલી હશે કારની કિંમત?
ફ્લાઈંગ કારનું સપનું તો કોઈ પણ જોઈ શકે છે, પરંતુ તેને શરૂઆતના તબક્કા દરેક લોકો નહીં ખરીદી શકે. ડચ કંપની PAL-Vના અનુસાર તેની શરુઆતની કિંમત લગભગ 3 કરોડ રૂપિયા હશે.

ભારતમાં ફ્લાઈંગ કારનું ભવિષ્ય
ફ્લાઈંગ કાર એટલે કે ઉડતી કારમાં બેસીને દિલ્હીથી લખનઊનું અંતર 2 કલાકથી પણ ઓછા સમયમાં પુરુ કરી શકાય છે. દિલ્હીથી જયપુરનું અંતર એક કલાકમાં પુરું કરી શકાય છે. અને તે પણ જામમાં ફસાયા વગર. જો કે આ એટલું સરળ નથી. આ કાર એક નિશ્ચિત ઉંચાઈએ ઉડાડી શકાય છે. એવામાં દેશમાં લાગેલા વીજળીના તારો એક મોટો પડકાર સાબિત થશે. સાથે જ્યાં દેશના મોટાભાગના શહેરોમાં પાર્કિંગની મોટી સમસ્યા છે ત્યાં ફ્લાઈંગ કારના લેન્ડિંગ અને પાર્કિંગ માટે જગ્યા કેમ મળશે તે પણ મોટો સવાલ છે.

આ પણ જુઓઃ આ નવરાત્રિ દેખાવું છે ટ્રેન્ડી તો Jayaka Yagnikના આ લૂક કરી શકો છો કોપી!

ફ્લાઈંગ કારની ઝડપ અને માઈલેજ
થ્રી-વ્હીલર ફ્લાઈંગ કાર રસ્તા પર એકવારમાં 1287 કિમી ચાલી શકે છે.
હવામાં આ કાર એક વારમાં 482 કિમી સુધી ઉડી શકે છે.
તેનું ફ્યૂલ ટેન્ક 100 લીટરનું હશે અને તેને પેટ્રોલથી ચલાવી શકાશે.
રસ્તા પર તેની ઝડપ 160 કિમી પ્રતિ કલાક હશે.
હવામાં તેની ઝડર 180-190 કિમી પ્રતિ કલાક હશે.


Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK