Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ ભાઈએ ‘અવેન્જર્સઃ એન્ડગેમ’ ૧૧૪ વાર જોઈ છે, કુલ ૨૦૦ વાર જોવાની ઇચ્છા છે

આ ભાઈએ ‘અવેન્જર્સઃ એન્ડગેમ’ ૧૧૪ વાર જોઈ છે, કુલ ૨૦૦ વાર જોવાની ઇચ્છા છે

18 June, 2019 09:43 AM IST | ફ્લોરિડા

આ ભાઈએ ‘અવેન્જર્સઃ એન્ડગેમ’ ૧૧૪ વાર જોઈ છે, કુલ ૨૦૦ વાર જોવાની ઇચ્છા છે

આ ભાઈએ ‘અવેન્જર્સઃ એન્ડગેમ’ ૧૧૪ વાર જોઈ છે, કુલ ૨૦૦ વાર જોવાની ઇચ્છા છે


તમે કોઈ ફિલ્મના પ્રેમમાં હો તો વધુમાં વધુ કેટલી વાર એ ફિલ્મ જોઈ શકો? પાંચ, દસ, પચીસ, પચાસ વાર? ના, અમેરિકાના ફ્લૉરિડામાં રહેતા ૩૦ વર્ષના ઑગસ્ટિન ઍલેનિસ નામના યુવકે એક ફિલ્મપ્રેમી કહેવડાવવા માટે તમામ હદ પાર કરી દીધી છે. ‘ઍવેન્જર્સઃ એન્ડગેમ’ના ડાઇ હાર્ડ ફૅન એવા આ ભાઈએ અત્યાર સુધીમાં ૧૧૪ વાર ફિલ્મ જોઈ લીધી છે. અમેરિકામાં આ ફિલ્મ ૨૬ એપ્રિલે રિલીઝ થયેલી. એ વાતને જેટલા દિવસ નથી થયા એનાથી બમણી વાર તો તેઓ ફિલ્મ જોઈ ચૂક્યા છે. ત્રણ કલાકની ફિલ્મ જોવા તે વીક-એન્ડ્સ ફાળવે છે અને દર વીક-એન્ડમાં પાંચથી છ વાર તે જુએ છે. આ જ રીતે તે લગભગ ૨૦૦ વાર આ ફિલ્મ જોઈને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સ બનાવવા માગે છે. ઑગસ્ટિને ઑલરેડી જૂનો રેકૉર્ડ પાર કરી લીધો છે. ઍન્થની મિચેલ નામના માર્વેલ ફૅને ૧૦૩ વાર ‘ઍવેન્જર્સઃ ઇન્ફિનિટી વૉર’ ફિલ્મ જોઈ હતી.

આ પણ વાંચોઃ હાથમાં ગુંદર ચિપકાવી દરવાજે ધરણાં કરે છે આ ભાઈ


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2019 09:43 AM IST | ફ્લોરિડા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK