દેશભરમાં વરસાદના કારણે તારાજી, સર્જાઈ પૂરની સ્થિતિ

Published: Jul 13, 2019, 12:59 IST

દેશમાં ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂરની પરિસ્થિતિના કારણે લોકોના જન-જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.

દેશભરમાં વરસાદના કારણે તારાજી
દેશભરમાં વરસાદના કારણે તારાજી

 મિઝોરમમાં ભારે વરસાદના કારણે તબલુંગ શહેરમાં પૂર આવવાના કારણે નીચાણવાળા ભાગોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આસામમાં પણ વરસાદના કારણે નૌકા સેવાઓ બંધ કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, હિમાચલ પ્રદેશના ચંબા, કાંગડા, ઊના, હમીરપુર, બિલાસપુર, સોલન, સિરમૌર, મંડી અને શિમલાના જિલ્લાઓમાં ધમાકેદાર વરસાદ પડ્યો હતો. સ્કાઈમેટ અનુસાર આવનારા 24 કલાકમાં હિમાલયી પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, આન્ધ્રા પ્રદેશ, બિહાર, ઉત્તર પૂર્વી ઉત્તર પ્રદેશ, કોંકણ અને ગોવા, કર્ણાટકના તટીય ભાગો, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં ચોમાસુ સક્રિય બની રહેશે.

આસામ અને અરૂણાચલ પ્રદેશના ઉપરી જિલ્લાઓમાં મૂશળધાર વરસાદના કારણે બ્રહ્માપુત્ર સહિત નદીઓ બેકાંઠે વહી રહી છે. આ કારણે પ્રદેશના 17 જિલ્લાઓમાં પૂરના કારણે 4.5 લાખ લોકો પ્રભાવિત હતા અને પોતાના ઘરો છોડવા માટે મજબુર થયા છે. શુક્રવારથી સેના અને NDRFની ટીમો આ વિસ્તારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સતત કામગિરી કરી રહી છે. ખબરો અનુસાર આસામમાં આવનારા 24 કલાકમાં 6 લોકોના મોત થઈ ગયા છે.

આ પણ વાંચો: જળાશયોમાં એક જ દિવસમાં 22 દિવસ ચાલે એટલું નવું પાણી આવ્યું

બિહારમાં સતત વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. ચંપારણમાં ભારે વરસાદના કારણે ગંડક બેરાઝના પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. ઉત્તર વરસાદમાં સતત 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. બિહારમાં ઘર પડવાના કારણે સાત લોકોના મોત થયા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK