Mumbai: ધારાવીમાં લિફ્ટમાં ફસાવાને કારણે પાંચ વર્ષનાં બાળકનું નિધન

Published: 29th November, 2020 18:39 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

લિફ્ટમાંથી બહાર નીકળતી વખતે તે બહાર અને અંદરના દરવાજાની વચ્ચે ફસાઇ ગયો. આ માહિતી મુંબઇ પોલીસે રવિવારે આપી.

Mumbai: ધારાવીમાં લિફ્ટમાં ફસાવાને કારણે પાંચ વર્ષનાં બાળકનું નિધન
Mumbai: ધારાવીમાં લિફ્ટમાં ફસાવાને કારણે પાંચ વર્ષનાં બાળકનું નિધન

ધારાવી વિસ્તારમાં શનિવારે બપોરે એક લિફ્ટ દુર્ઘટનામાં એક પાંચ વર્ષના બાળકનું નિધન થઈ ગયું. બાળક લિફ્ટથી પોતાના અપાર્ટમેન્ટની બિલ્ડિંગમાં ચોથે માળે ઘરે જઈ રહ્યો હતો. લિફ્ટમાંથી બહાર નીકળતી વખતે તે બહાર અને અંદરના દરવાજાની વચ્ચે ફસાઇ ગયો. આ માહિતી મુંબઇ પોલીસે રવિવારે આપી. આ ઘટના પછી સોસાઇટીમાં શોક છવાયો છે. તો, બાળકના પરિવારજનોનું રડી રડીને હાલ-બેહાલ થઈ ગયો છે. સોસાઇટીના લોકોએ બાળકના પરિવારજનોને સાંત્વના આપી છે. તો પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

નોંધનીય છે કે આ પહેલા દિલ્હીના પંજાબી બાગ થાણા ક્ષેત્રમાં સ્થિત એક રેસ્ટૉરન્ટમાં આવેલી લિફ્ટમાં ચાર છોકરાઓ ઘણો સમય સુધી ફસાયેલા રહ્યા હતા. લિફ્ટમાં ચાર છોકરાઓ ફસાઇ ગયા, જેની માહિતી લોકોને ત્યારે મળી જ્યારે ઇમરજન્સી અલાર્મ વગાળીને ઘટનાની સૂચના રેસ્ટોરન્ટ કર્મચારીઓની આપવામાં આવી. લગભગ દોઢ કલાકની ગતાગમ પછી ચારેય છોકરાઓને સુરક્ષિત બહાર કાઢી શકાયા હતા. પોલીસ પ્રમાણે બુધવારે વિપિન, અમિત અને સાગર નામના યુવક રેસ્ટોરેન્ટમાં જમવા આવ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK