ગુજરાત: રાજકોટના Covid-19 હૉસ્પિટલમાં લાગી ભીષણ આગ, 5 દર્દીના મોત

Updated: 27th November, 2020 11:46 IST | Gujarati Mid-Day Online Correspondent | Gujarat

ફાયર બ્રિગેડ અધિકારીએ જણાવ્યું કે આગ લાગ્યા પછી હૉસ્પિટલમાંથી અન્ય ત્રીસ કોરોના વાયરસના દર્દીઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે, જેમની સારવાર થઈ રહી છે.

ગુજરાત: રાજકોટના કોવિડ-19 હૉસ્પિટલમાં લાગી ભીષણ આગ, 5 દર્દીના મોત
ગુજરાત: રાજકોટના કોવિડ-19 હૉસ્પિટલમાં લાગી ભીષણ આગ, 5 દર્દીના મોત

ગુજરાતના રાજકોટમાં શુક્રવારે એક કોવિડ-19 હૉસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી, જેમાં પાંચ કોરોના વાયરસ દર્દીઓના નિધન થઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે કોવિડ-19 હૉસ્પિટલના આઇસીયૂમાં આ આગ લાગી હતી. ફાયર બ્રિગેડ અધિકારીએ જણાવ્યું કે આગ લાગ્યા પછી હૉસ્પિટલમાંથી અન્ય ત્રીસ કોરોના વાયરસના દર્દીઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે, જેમની સારવાર થઈ રહી છે. જો કે, પછી તેમાંથી બેના નિધન થઈ ગયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
રાજકોટમાં કોવિડ સેન્ટરમાં થયેલા અકસ્માત પર પીએમ મોદીએ કહ્યું કે રાજકોટમાં એક હૉસ્પિટલમાં આગ લાગવાથી જાનમાલના નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે મારા વિચાર તે લોકો સાતે જે જેમણે દુર્ભાગ્યે ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના. પ્રશાસન પ્રભાવિત લોકોને દરેક શક્ય મદદ મળે તેના પ્રયત્ન કરે છે.

ફાયર બ્રિગેડના અધિકારી જે બી થેવાએ કહ્યું કે માવડી વિસ્તારના શિવાનંદ હૉસ્પિટલના આઇસીયૂમાં લગભગ રાતે એક વાગ્યે આગ લાગી હતી, જ્યાં 33 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. આમાંથી સાત દર્દીઓને આઇસીયૂમાં દાખલ કરવામાં આવ્યા હતા. જણાવવાનું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘટનામાં તપાસના આદેશ આપ્યા છે.

તેમણે આગળ જણાવ્યું કે આગની સૂચના મળતા જ ઘટના સ્થળે પહોંચ્યા અને ત્રીસ દર્દીઓને બચાવીને બહાર લાવ્યા. જ્યારે આઇસીયૂમાં ત્રણ દર્દીઓના નિધન થઈ ગયા. તેમણે જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને આગ લાગવાના કારણનો તાગ મેળવી શકાયો નથી. તો, સમાચાર એજન્સી એએનઆઇએ સૂચના આપી કે મૃત્યુ પામનારની સંખ્યા પાંચ પર પહોંચી ગઈ છે.

રેસ્ક્યૂ કરવામાં આવેલા દર્દીઓને બીજા કોવિડ-19 હૉસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર થઈ રહી છે. જણાવવાનું કે આ પહેલા ઑગસ્ટમાં અમદાવાદમાં ચાર માળના પ્રાઇવેટ હૉસ્પિટલમાં આગ લાગવાથી આઠ કોરોના દર્દીઓના નિધન થયા હતા.

First Published: 27th November, 2020 11:34 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK