બોરીવલી રેલવે સ્ટેશન પાસે આવેલી રેલવે યુનિયનની ઑફિસમાં રેલવેના પાંચ અધિકારી દારૂની પાર્ટી કરી રહ્યા હોવાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. આથી રેલવે ઑથોરિટીએ પાંચ અધિકારીને સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. વેસ્ટર્ન રેલવેના એક અધિકારીએ કહ્યું હતું કે આ દારૂની પાર્ટીનો વિડિયો સામે આવતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા સંબંધિત અધિકારીઓને નિલંબીત કરવાનો ફેંસલો લેવામાં આવ્યો હતો.
ઘટના અનુસાર ગયા અઠવાડિયે બોરીવલીના એક નંબર પ્લૅટફૉર્મ નજીક આવેલી રેલવે યુનિયનની ઑફિસમાં રેલવે બુકિંગ સ્ટાફ સાંજે મદ્યપાન કરી રહ્યા હોવાનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. એ વિડિયોમાં મદ્યપાન કરીને અધિકારીઓ ગીત ગાતા જોવા મળ્યા હતા. એ વિડિયો વેસ્ટર્ન રેલવેના ઉચ્ચ અધિકારીઓના ધ્યાનમાં આવતા વિડિયોમાં દેખાઈ રહેલા પાંચ અધિકારીઓને ગુરુવારે સસ્પેન્ડ કરાયા હતા.
આ સંબંધે વધુ માહિતી આપતાં વેસ્ટર્ન રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દારૂની પાર્ટીના વાઇરલ થયેલા વિડિયોમાં જોવા મળેલા પાંચ અધિકારીઓને રેલવે પ્રિમાઇસીસમાં આવું કામ કરવા બદલ તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.’
ધોઝ પ્રાઇસી ઠાકુર ગર્લ્સમાં ગૌહર ખાન
26th February, 2021 14:21 ISTસોશ્યલ મીડિયાને લીધે ટૅલન્ટને ઓળખ મળી હોવાનું માને છે સિંગર આકૃતિ કક્કર
26th February, 2021 14:18 ISTબાવરા દિલના સરકાર અને ઉદયભાણ સિંહ વચ્ચે શું સમાનતા છે?
26th February, 2021 13:59 ISTવાઇફના બેબી શાવરમાં ખૂબ ધમાલ મચાવી મોહિત મલિકે
26th February, 2021 13:06 IST