સૌરાષ્ટ્રમાં થઈ નવા કપાસની પહેલી આવક, વર્ષ સારું રહેવાની આશા

Published: Aug 19, 2019, 14:51 IST | અમરેલી

સૌરાષ્ટ્રમાં આ સિઝનના કપાસની પહેલી આવક થઈ છે. જેનો સારો ભાવ બોલાતા આ વખતે સિઝન સારી રહેવાની આશા છે.

સૌરાષ્ટ્રમાં થઈ નવા કપાસની પહેલી આવક
સૌરાષ્ટ્રમાં થઈ નવા કપાસની પહેલી આવક

સૌરાષ્ટ્રના મુખ્ય પાકમાંથી એક કપાસની આવકની શરૂઆત થઈ ગઈ છે. અને પહેલી આવકમાં કપાસના સારા ભાવ મળતા આ વર્ષે સિઝન સારું રહેવાની ખેડૂતોને અને વેપારીઓને આશા છે. કપાસના જે પાકનું આગોતરું વાવેતર કરવામાં આવ્યું હતું તે માર્કેટ યાર્ડમાં પહોંચ્યો હતો. અમરેલી જિલ્લાના ધારાગણી ગામના કનુભાઈ લવજીભાઈ ગજેરા નામના ખેડૂતે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં દુધાત ટ્રેડર્સ નામની પેઢીમાં બે ગાંસડી કપાસ લાવ્યા હતા. જેની હરરાજી કરવામાં આવી હતી.

કપાસની હરરાજીમાં મુહૂર્તના સોદા પાડવા માટે માલની હરરાજી કરવામાં આવી જેમાં 1952 રૂપિયામાં માલ વેચાયો છે. જે અત્યાર સુધીનો સૌથી વધુ ભાવ છે. અમરેલી માર્કેટિંગ યાર્ડના ઈતિહાસમાં પહેલીવાર આટલા ભાવમાં કપાસ વેચાયો છે. પહેલા પાંચ મણ કપાસની આવકમાં જ શુભ શરૂઆત થતા આ વખતે કપાસનો ભાવ સરેરાશ સારો રહે તેવી આશા રાખવામાં આવી રહી છે. અમરેલીના એક વેપારીના જણાવ્યા પ્રમાણે અમરેલી જિલ્લામાં 10 થી 15 દિવસમાં નવા કપાસની વધુ આવક જોવા મળશે. આ વર્ષે વરસાદ ઘણો મોડો થવાના કારણે ઘણા સેન્ટરોમાં હજી તો કપાસના વાવેતર થઈ રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લામાં નવા કપાસની આવક જોવા મળતા વેપારીઓ અને ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.

cotton

કપાસની આવક વિશે Gujaratimidday.com સાથે વાત કરતા અમરેલી માર્કેટિંગ યાર્ડના પ્રમુખ હિંમતભાઈ દુધાતે કહ્યું કે, ગત વર્ષના જૂના કપાસનો ભાવ 1200 થી 1250 રૂપિયા જોવા મળે છે. જ્યારે આ વર્ષે ભાવ 1000 થી 1100 રહેવાની સંભાવના છે. હાલ જે કપાસની આવક થઈ તે આગોતરું વાવેતર કરેલ હતું. કપાસની નિયમિત આવક શરૂ થતા સમય લાગશે. અને આ વખતે પાક સારો રહેવાની અને સારા ભાવ મળવાની અમને આશા છે.

આ પણ જુઓઃ મોન્ટુની બિટ્ટુ-મળો બિટ્ટુની હરખપદુડી પાડોશી 'સૌભાગ્યલક્ષ્મી'ને...

Loading...

Tags

gujarat
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK