ભિવંડી ગ્રામીણમાં ટૂંક સમયમાં ગ્રામપંચાયતની ચૂંટણી યોજાવાની છે ત્યારે શનિવારે રાતે પત્ની સાથે ઘરે પાછા ફરી રહેલા શિવસેનાના કાલ્હેરના ઉમેદવાર દીપક મ્હાત્રે પર બાઇક પર આવેલા બે હુમલાખોરોએ ફાયરિંગ કર્યું હતું. હુમલાખોરોએ ત્રણ બુલેટ છોડી હતી છતાં નિશાન ચૂકી જતાં દીપક મ્હાત્રે અને તેમનાં પત્નીનો બચાવ થયો હતો. નારપોલી પોલીસમાં તેમણે ફરિયાદ કરતાં પોલીસે રાતે જ નાકાબંધી લગાવી હતી અને કૉમ્બિંગ ઑપરેશન શરૂ કરી દીધું હતું.
દીપક મ્હાત્રે પત્ની સાથે થાણે ગયા હતા અને મોડી રાતે પાછા ફર્યા હતા. તેઓ રેતીબંદર ખાડી પાસે આવેલા તેમના બંગલાની સામે બાઇક પાર્ક કરી રહ્યા હતા ત્યારે પહેલેથી જ તેમની રાહ જોઈને બેઠેલા હુમલાખોરોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. તેમની પત્ની અજાણ્યા શખસોને જોઈને પતિને ચેતવતાં હતાં ત્યાં જ સામેથી ફાયરિંગ થયું હતું. તેમનાં પત્નીએ આડશ લેવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે દીપક મ્હાત્રે હુમલાખોરોને પડકારતા આગળ દોડ્યા હતા. એ પછી તેમનાં પત્ની અને તેઓ હુમલાખોરોની પાછળ દોડ્યાં હતાં ત્યારે પણ આરોપીઓએ એક ગોળી છોડી હતી, પણ દંપતી મૂવમેન્ટ કરી રહ્યું હોવાથી હુમલાખોરો નિશાન ચૂકી ગયા હતા. આમ દંપતીનો બચાવ થયો હતો. તરત જ બાઇક પર આવેલા હુમલાખોરો નાસી ગયા હતા. દીપક મ્હાત્રેના ઘર પર લગાડેલા સીસીટીવી કૅમેરામાં દંપતી પર થઈ રહેલો હુમલો અને બચવાની કોશિશ રેકૉર્ડ થઈ છે, પણ સીસીટીવીના કૅમેરાનું ઍન્ગલ સીધું હોવાથી એમાં હુમલાખોરો કૅપ્ચર નથી થયા.
નારપોલી પોલીસ-સ્ટેશનના પીઆઇ રવીન્દ્ર વાણીએ આ સંદર્ભે માહિતી આપતાં કહ્યું છે કે ‘દીપક મ્હાત્રેએ આ સંદર્ભે અમને તરત જ ફરિયાદ કરતાં અમે રાતે જ નાકાબંધી કરી હતી અને હુમલાખોરોને પકડવાના પ્રયાસ ચાલુ કરી દીધા હતા.’
વર્ષો સુધી કાલ્હેર ગ્રામપંચાયતમાં શિવસેનાની સત્તા હતી, પણ ગઈ ચૂંટણીમાં બીજેપીએ મેદાન માર્યું હતું. હવે ૧૫ જાન્યુઆરીએ ફરી ગ્રામપંચાયતની ચૂંટણી યોજાવાની છે જેમાં દીપક મ્હાત્રે અને તેમનાં પત્ની બન્નેએ ઝુકાવ્યું છે, ત્યારે આ ફાયરિંગ પાછળ રાજકીય અદાવત છે કે નહીં એ ઍન્ગલથી પણ પોલીસ તપાસ કરી રહી છે.
Mumbai Drug Case: મંત્રીના જમાઇને ન્યાયિક અટક, ડ્રગ્સ મામલ કરાઇ ધરપકડ
18th January, 2021 15:00 ISTલોકલમાં પ્રવાસી વધી રહ્યા છે, સુવિધાઓ નહીં
18th January, 2021 13:08 ISTKEM Hospital: ડૉક્ટર્સના મોબાઇલ પર કોરોના દર્દીઓની અપડેટ
18th January, 2021 12:29 ISTમુંબઈમાં કોરોનાનો વ્યાપ વધે તો આ માણસ પણ જવાબદાર
18th January, 2021 11:21 IST