સાયન હૉસ્પિટલના ઓપીડીમાં આગ

Published: 30th December, 2011 04:43 IST

સુધરાઈ સંચાલિત સાયન હૉસ્પિટલના ઓપીડી (આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ)માં ગઈ કાલે સવારે આગ લાગતાં હૉસ્પિટલના ડૉક્ટરો સહિત દરદીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા.

 

ગુરુવારે સવારે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ સાયન હૉસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોરના ઓપીડીમાં આગ લાગી હતી. જોકે આગ સ્ટાફ-ક્વૉર્ટર્સ સુધી પહોંચે એ પહેલાં ઘટનાસ્થળે પહોંચેલા ફાયરબ્રિગેડના જવાનોએ ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો એવું ઘટનાને નજરે જોનારા સાક્ષીએ કહ્યું હતું.

હૉસ્પિટલના ઓપીડીમાં ધુમાડા નીકળવા માંડતાં દોડધામ મચી ગઈ હતી. રેસિડન્ટ ડૉક્ટરો પણ દોડાદોડી કરી રહેલા નજરે ચડતા હતા. એક વર્ષ કરતાં ઓછા સમયમાં સાયન હૉસ્પિટલમાં આગની આ ત્રીજી ઘટના બની છે. દસ મિનિટ જેટલા સમયમાં ધારાવી ફાયર-સ્ટેશનમાંથી ઘટનાસ્થળે પહોંચેલા ફાયરએન્જિને આગને કાબૂમાં લીધી હતી. બાજુમાં જ આવેલા ડૉક્ટરોનાં ક્વૉર્ટર્સ સુધી આગ પહોંચી હતી, પરંતુ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK