હૅન્ગિંગ ગાર્ડન પાસે આવેલી ઇમારતમાં આગ

Published: Feb 06, 2020, 08:47 IST | Mumbai

આ ઑપરેશનમાં ફાયરબ્રિગેડના એક જવાનને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને નાયર હૉસ્પિટલ લઈ જવાયો હતો. મોડી રાત સુધી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ ચાલુ હતા.

તળ મુંબઈના પૉશ વિસ્તાર મલબાર હિલના જાણીતા હૅન્ગિંગ ગાર્ડન પાસે આવેલા ૧૦ માળના બિલ્ડિંગના પાંચમા માળે બુધવારે રાતે ૮ વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતાં ૮ ફાયરએન્જિન, ૭ જમ્બો ટૅન્કર, ૧૦૮ ઍમ્બ્યુલન્સ, ૨ ક્વીક રિસ્પોન્સ વેહિકલ અને અન્ય વાહનો ઘટનાસ્થળે ધસી ગયાં હતાં અને બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ વિશે વધુ માહિતી આપતાં પાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટના પીઆરઓ વિજય ખબાળેએ કહ્યું હતું કે ફાયરબ્રિગેડના જવાનોએ  ૧૩ જણને બચાવી લીધા હતા. જોકે આ ઑપરેશનમાં ફાયરબ્રિગેડના એક જવાનને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને નાયર હૉસ્પિટલ લઈ જવાયો હતો. મોડી રાત સુધી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ ચાલુ હતા. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK