વરલીમાં રશિયન મૉડલને બે યુવકો હોઠ પર બચકું ભરીને નાસી ગયા

Published: 30th October, 2012 05:13 IST

ડાન્સ-ગ્રુપ સાથે રશિયાથી મુંબઈમાં આવેલી અને વરલીમાં એક હોટેલમાં રોકાયેલી ૨૧ વર્ષની રશિયન મૉડલ રવિવારે સવારે તેના બે મિત્રો સાથે જઈ રહી હતી એ વખતે બે યુવકોએ તેની છેડતી કરી હતી અને તેના હોઠ પર બચકું ભર્યું હતું.

આ સંદર્ભે વરલી પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે વિનયભંગનો ગુનો નોંધાયો હતો. પોલીસ અત્યારે એ વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કૅમેરાના ફુટેજની મદદ લઈને આરોપીઓની શોધ કરી રહી છે.

વરલી પોલીસ-સ્ટેશનના પોલીસ-ઑફિસરે નામ ન આપવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૧ વર્ષની મૉડલ શનિવારે તેના બે મિત્રો સાથે રશિયાથી મુંબઈ આવી હતી અને વરલીમાં આવેલી હોટેલમાં રોકાઈ હતી. રવિવારે સવારે ચાર વાગ્યે તે તેના બે મિત્રો સાથે હોટેલમાંથી બહાર આવી એ વખતે બે યુવકોએ તેનો વિનયભંગ કર્યો હતો અને તેના હોઠ પર બચકું ભર્યું હતું. દરમ્યાન મૉડલના બે મિત્રોએ તેને છોડાવી હતી અને બચાવી લીધી હતી, પણ યુવકો ત્યાંથી નાસી ગયા હતા. મૉડલને હોઠ પરથી વધુ લોહી નીકળતાં નજીકમાં આવેલી બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. હૉસ્પિટલમાં ડૉક્ટરને આ વિશે જાણ થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. અત્યારે અમે આરોપીઓની શોધ કરીરહ્યા છીએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK