ફિનલૅન્ડમાં યોજાઈ મોબાઇલ ફોન ફેંકવાની અનોખી સ્પર્ધા

Published: 20th August, 2012 05:18 IST

ફિનલૅન્ડના સેવોનલિન્નામાં મોબાઇલ ફોન ફેંકવાની અનોખી વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. આ સ્પર્ધામાં ૩૩૨ ફૂટ જેટલા દૂરના અંતરે મોબાઇલ ફેંકીને ઇરે નામના સ્પર્ધકે વિજેતા બનવાની સિદ્ધિ મેળવી હતી.

throw-mobileઆ સ્પર્ધામાં ત્રણ કૅટગરી હતી. પહેલી કૅટેગરીમાં ખભા પરથી ફોન ફેંકવાનો હતો, બીજી ફ્રી સ્ટાઇલ કૅટેગરી હતી, જ્યારે ત્રીજી ૧૨ વર્ષથી નીચેનાં બાળકો માટે જુનિયર કૅટેગરી હતી. ફિનલૅન્ડમાં સૌથી પહેલાં ૨૦૦૦ની સાલમાં આ સ્પર્ધા યોજાઈ હતી અને પછી સતત એની લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો છે. હાલમાં આ સ્પર્ધા બીજા અનેક દેશોમાં પણ યોજાય છે.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK