ફિનલેન્ડઃઅહીં લાકડા,ખેતીના કચરામાંથી બને છે કપડા

ફિનલેન્ડ | Apr 11, 2019, 08:42 IST

ફિનલૅન્ડની સ્પિનોવા નામની સ્ટાર્ટ-અપ કંપનીએ પર્યાવરણના સંરક્ષણ માટે ખેતીમાં થતી આડપેદાશ, કચરો અને જૂના ફૅબ્રિકમાંથી નવું કાપડ બનાવી શકાય એવી ટેક્નૉલૉજી વિકસાવી છે.

ફિનલેન્ડઃઅહીં લાકડા,ખેતીના કચરામાંથી બને છે કપડા

બટાટાની છાલ, ઘઉં-બાજરી કાઢ્યા પછી વધતા પૂળા અને જૂનાં કપડાંમાંથી રીસાઇકલ કરીને નવું ફૅબ્રિક બનવા લાગે એ દિવસો હવે દૂર નથી. ફિનલૅન્ડની સ્પિનોવા નામની સ્ટાર્ટ-અપ કંપનીએ પર્યાવરણના સંરક્ષણ માટે ખેતીમાં થતી આડપેદાશ, કચરો અને જૂના ફૅબ્રિકમાંથી નવું કાપડ બનાવી શકાય એવી ટેક્નૉલૉજી વિકસાવી છે. ૨૦૧૮માં એની ફૅક્ટરીની સ્થાપના કરવામાં આવી હતી. એમાં લાકડાના ભૂસા અને ખેતીના કચરામાંથી ફાઇબર બનાવવામાં આવે છે. આ ફાઇબરને વણીને એમાંથી કાપડ તૈયાર થઈ શકે છે. કૉટનમાંથી કપડાં બનાવવા માટે ખૂબ પાણી વપરાય છે. કપાસ ઉગાડવા માટે ખૂબ મોટી માત્રામાં રાસાયણિક ખાતરનો વપરાશ થાય છે એટલે જમીનને પણ નુકસાન થાય છે.

આ પણ વાંચોઃ 99 વર્ષના માજીના દેહદાન બાદ ખબર પડી કે અંદરના અવયવો ઉલટાપુલટા હતા

જ્યારે નવી તકનીકમાં કોઈ પણ લાકડાના ભૂસાનો ઉપયોગ થાય છે અને વૃક્ષને સિંચાઈની જરૂર નથી હોતી. વૃક્ષ માટે ખાતર કે દવાઓ પણ નથી જોઈતી. કંપની હવે ગાજર, બટાટાના કચરામાંથી તેમ જ ફાટેલાં જૂનાં કપડાંની પેસ્ટ બનાવીને એમાંથી પણ ફાઇબર તૈયાર કરવા મથી રહી છે. આવા નવતર પ્રયોગ માટે થઈને તાજેતરમાં સ્પિનોવા કંપનીને વલ્ર્ડ ચેન્જિંગ આઇડિયાઝનો અવૉર્ડ પણ મળ્યો છે.

 

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK