અંતે, સુરત-મુંબઇ ક્રુઝની સેવા શરૂ કરવામાં આવી

Published: Nov 15, 2019, 18:55 IST | Surat

ગુજરાત સરકાર દ્વારા 15 નવેમ્બરથી સુરત અને મુંબઇ વચ્ચે ક્રુઝની સર્વિસ શરૂ કરવામાં આવી છે. ક્રુઝની આ સેવા સુરતથી મુંબઇના બાંદ્રા-વર્લી સી લિંક સુધી રહેશે. શુક્રવારે સુરતના એસ્સાર જેટીથી આ ક્રુઝની સર્વિસને ફ્લેગ ઓફ આપવામાં આવ્યું હતું.

સુરત-મુંબઇ વચ્ચે શરૂ થઇ ક્રુઝ સેવા
સુરત-મુંબઇ વચ્ચે શરૂ થઇ ક્રુઝ સેવા

ગુજરાત સરકાર દ્વારા 15 નવેમ્બરથી સુરત અને મુંબઇ વચ્ચે ક્રુઝની સર્વિસ શરૂ કરવામાં આવી છે. ક્રુઝની આ સેવા સુરતથી મુંબઇના બાંદ્રા-વર્લી સી લિંક સુધી રહેશે. શુક્રવારે સુરતના એસ્સાર જેટીથી આ ક્રુઝની સર્વિસને ફ્લેગ ઓફ આપવામાં આવ્યું હતું.

ક્રુઝની સેવા હાલ દર ગુરૂવારે શરૂ કરવામાં આવશે
એસ્સાર પોર્ટના સીઈઓ રાજીવ અગ્રવાલે જણાવ્યું હતું કે, આ બંને શહેરો વચ્ચે મુંબઈ મેઇડનનામની ક્રૂઝ સેવાનો શરૂઆતના ધોરણે અઠવાડિયામાં એક વખત લાભ આપવામાં આવશે. ફેરી સર્વિસ દર ગુરૂવારે બાંદ્રા-વર્લી સી લિંકથી સાંજે 5 વાગ્યે નીકળશે અને શુક્રવારે સવારે 9 વાગ્યે હજીરા જેટી પહોંચશે. જે ફરી મુંબઈ જવા શુક્રવારે સાંજે 5 વાગ્યે નીકળશે અને શનિવારે સવારે 9 વાગ્યે પહોંચાડશે.


300 લોકોની ક્ષમતાવાળા ક્રુઝનું ભાડું 3થી 5 હજાર રહેશે
મળતી માહિતી પ્રમાણે હાલ 300 વ્યક્તિઓની ક્ષમતાવાળી ક્રૂઝનું ભાડું 3થી 5 હજારની વચ્ચે આંકવામાં આવી રહ્યું છે. આજે મુંબઈથી આવી ચૂકેલા આ ક્રૂઝને હજીરા એસ્સાર જેટી ખાતેથી ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

ટેકનિકલ કુશળતા અને પ્રોજેક્ટ અમલીકરણની ક્ષમતાઓની કસોટી કરી
ઇબીટીએલ(એસ્સાર પાર્ટ્સની કંપની એસ્સાર બલ્ક ટર્મિનલ લિમિટેડ)નાં સીઇઓ કેપ્ટન સુભાસ દાસે કહ્યું હતું કે, આ પ્રોજેક્ટને શરૂ કરવા જીએમબીની મંજૂરી મળ્યાં પછી ફક્ત આઠ મહિનામાં પેસેન્જર ટર્મિનલનાં નિર્માણ કર્યું હતું. આ પડકારજનક કામગીરી હતી, જેણે અમારી ટેકનિકલ કુશળતા અને પ્રોજેક્ટ અમલીકરણની ક્ષમતાઓની કસોટી કરી હતી. અમને આ પરિવર્તનકારક ફેરી સર્વિસ શરૂ કરવાનો માર્ગ મોકળો કરીને રેકોર્ડ સમયમાં પ્રોજેક્ટ શરૂ કરવા બદલ ગર્વ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK