Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પાંચ મહિના પછી ફાઇનલી આ શહેરોમાં દોડશે મેટ્રો, આ શહેરમાં હજી પણ બંધ

પાંચ મહિના પછી ફાઇનલી આ શહેરોમાં દોડશે મેટ્રો, આ શહેરમાં હજી પણ બંધ

07 September, 2020 11:06 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પાંચ મહિના પછી ફાઇનલી આ શહેરોમાં દોડશે મેટ્રો, આ શહેરમાં હજી પણ બંધ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોના મહામારીના કારણે લગભગ 5 મહિના સુધી બંધ રહ્યા બાદ મુંબઇને બાદ કરતા દિલ્હી, અમદાવાદ,હૈદરાબાદ, બેંગલુરુ સહિત દેશભરમાં મેટ્રો સેવા આજે સોમવારથી શરૂ થશે દિલ્હીના મેટ્રો સ્ટેશનોને 12 સપ્ટેમ્બર સુધીમાં 3 ફેઝિસમાં શરૂ કરાશે. ફિઝિકલ કોન્ટેક્ટ ઓછામાં ઓછો રહે તે માટે પૂરી તૈયારી કરાઇ છે. સ્ટેશનો ઑટોમેટિક થર્મલ સ્ક્રીનિંગ સાથેના સેનિટાઇઝર ડિસ્પેન્સર અને ફુટ પેડલ સંચાલિત લિફ્ટ સજ્જ છે ઝીરો કોન્ટેક્ટ અંતર્ગત ટોકન કાઉન્ટર બંધ જ રહેશે, માત્ર સ્માર્ટકાર્ડ ધારકો જ મુસાફરી કરી શકશે. જે સ્ટેશન કન્ટેઇનમેન્ટ ઝોનમાં હશે ત્યાં મેટ્રો સ્ટોપ નહીં લે. નોંધનિય છે કે દિલ્હીમાં 169 દિવસો પછી મેટ્રો સર્વિસ શરૂ થઈ છે. પહેલા તબક્કામાં યલો લાઈન રૂટ પર શરૂઆત કરવામાં આવી છે. યલો લાઈન સમયપુર બાદલીને હુડા સેન્ટર સાથે જોડે છે. મેટ્રોની સફરમાં યાત્રીઓએ માસ્ક પહેરવા જેવી ઘણી શરતોનું ધ્યાન રાખવું પડશે. જયપુર મેટ્રોના એક કોચમાં 50થી વધુ લોકોને એન્ટ્રી નહીં મળે.કોલકાતામાં 8 સપ્ટેમ્બરથી અલગ અલગ તબક્કામાં મેટ્રો ટ્રેન ચલાવાશે. ટોકનની વ્યવસ્થા નહીં હોય. પહેલા જેમની પાસે સ્માર્ટ કાર્ડ હશે, એ જ યાત્રા કરી શકશે. નવું સ્માર્ટ કાર્ડ હાલ જાહેર કરવામાં આવ્યું નથી. બેંગલુરુ મેટ્રો રેલવે કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે, ટ્રેન સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી અને પછી સાંજે 4.30 વાગ્યાથી 7.30 વાગ્યા સુધી ચાલશે. ટ્રેન પાંચ મિનીટના ગેપમાં દોડશે. આ ઉપરાંત 11 સપ્ટેમ્બરથી તમામ લાઈનો પર મેટ્રો રેલવે સવારે 7 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી ચાલશે.

આ બાબતો અનુસરવી પડશે
એન્ટ્રી-એક્ઝિટ જુદી અને મર્યાદિત હશે. મુસાફરોને ઓછામાં ઓછી વાતો કરવાની સૂચના અપાઇ છે. મેટ્રો કેમ્પસમાં અને ટ્રેનમાં માસ્ક પહેરવું ફરજિયાત છે. દિલ્હી મેટ્રો સર્વિસ 2 શિફ્ટમાં સવારે 7થી 11 અને સાંજે 4થી 8 સુધી ચાલશે. બેંગલુરુમાં ટેક્નિકલ કારણોસર મેટ્રો કાર્ડધારકોએ રિચાર્જ કરાવ્યા બાદ અઠવાડિયામાં એક વાર કાર્ડ યુઝ કરવું જરૂરી રહેશે. અત્યાર સુધી રિચાર્જ કરાવ્યા બાદ 10 વર્ષ સુધીમાં ગમે ત્યારે યુઝ કરવાની છૂટ હતી.



આ રાજ્યોમાં ટેસ્ટની સંખ્યા વધારવાની સૂચના
કેન્દ્ર સરકારે 5 રાજ્ય તથા 1 કેન્દ્રશાસિત પ્રદેશને સંક્રમણનો દર 5 ટકાથી નીચે લાવવા માટેના પગલાં ભરવા અને ટેસ્ટ વધારવા કહ્યું છે. આ રાજ્યોના 35 જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા અને મૃત્યુદર વધુ છે. આ 35 જિલ્લામાં દિલ્હીના તમામ 11 જિલ્લા, પ.બંગાળમાં કોલકાતા, હાવરા, ઉત્તર 24 પરગણા અને દક્ષિણ 24 પરગણા, મહારાષ્ટ્રમાં પૂણે, નાગપુર, થાણે, મુંબઇ, મુંબઇ ઉપનગર, કોલ્હાપુર, સાંગલી, નાસિક, અહેમદનગર, રાયગઢ, જલગાંવ, સોલાપુર, સતારા, પાલઘર, ઔરંગાબાદ, ધુલે અને નાંદેડ, ગુજરાતમાં સુરત, પુડુચેરીમાં પોંડિચેરી અને ઝારખંડમાં પૂર્વ સિંહભૂમ સામેલ છે.


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2020 11:06 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK