મટન કરીના ઝઘડામાં વ્યક્તિએ જીવ ગુમાવ્યો

Published: 3rd December, 2020 21:49 IST | IANS | Mumbai

તેલંગણાના યદાદરી ભાવનગીરી જીલ્લામાં એક લગ્નમાં મટન કરી બરાબર રીતે પિરસાઈ ન હોવાને લીધે ઝઘડો થતા એક જણ ગંભીર જખમી જ્યારે એક જણનું મૃત્યુ થયુ છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

તેલંગણાના યદાદરી ભાવનગીરી જીલ્લામાં એક લગ્નમાં મટન કરી બરાબર રીતે પિરસાઈ ન હોવાને લીધે ઝઘડો થતા એક જણ ગંભીર જખમી જ્યારે એક જણનું મૃત્યુ થયુ છે.

સુરુરામ પારુશ્રામુલુ (35)નું મૃત્યુ થયુ છે, જ્યારે તેનો ભાઈ નાગાર્જુ ગંભીરપણે જખમી થયો છે. આ બંને ઉપર પ્રવિણ અને કિષ્તાઈઆહે કુહાડીથી હૂમલો કર્યો હતો.

રિપોર્ટ મુજબ, મંગળવારની રાત્રે ડચરામ ગામમાં બનેલી આ ઘટનામાં છોકરા પક્ષથી આવેલા સુરુરામ વેન્કટીહાએ ફરિયાગ કરી કે સ્ત્રી પક્ષે મહેમાનોનું ધ્યાન રાખ્યુ નથી. લગ્નમાં કરી સાથે મટનનું પીસ ન આપ્યુ હોવાથી તે નાખુશ હતો. તેણે ગામના વડીલ ચંદ્રીહા સાથે દલીલ કરી હતી. અન્ય મહેમાનોએ પણ મામલાને ઠંડુ પાડવા માટે દખલગીરી કરી હતી.

પોતાના ગામમાં પાછા આવ્યા બાદ વેન્કટીહાએ ફરી ચંદ્રીહા સાથે દલીલ કરી હતી. ત્યારબાદ વેન્કટીહાના પુત્રો પ્રવિણ અને કિષ્તાઈઆહે ગુસ્સામાં કુહાડીથી ચંદ્રીહાના પુત્ર સુરૂરામ અને નાગાર્જુ પર હૂમલો કર્યો હતો. બંને ગંભીરપણે જખમી થતા તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં સુરુરામે પોતાનો જીવ હૉસ્પિટલ પહોંચતા પહેલા જ ગુમાવ્યો હતો. નાગાર્જુની તબિયત વધુ બગડતા તેને હૈદરાબાદની પ્રાઈવેટ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આસિસટન્ટ સબ-ઈન્સ્પેક્ટર ઓફ પોલીસ કટ્ટા મોહને કહ્યું કે, અમે કેસ નોંધ્યો છે અને આગળ તપાસ ચાલુ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK