RTI: બનાવીએ ગુજરાતનાં ગામડાંઓને ગોકુળિયાં ગામ

Updated: 29th December, 2018 10:47 IST | ધીરજ રાંભિયા

ગુજરાતના અછતગ્રસ્ત વિસ્તારની પાંજરાપોળો, ધાર્મિક ચૅરિટેબલ ટ્રસ્ટો તથા ખાનગી પશુધારકો માટે સરકારી સહાય યોજનાનો લાભ લઈ જીવદયા, અનુકંપાના કાર્યમાં ભાગ લઈએ

આરટીઆઈ (રાઈટ ટુ ઈન્ફર્મેશન)
આરટીઆઈ (રાઈટ ટુ ઈન્ફર્મેશન)

ફાઇટ ફૉર યૉર રાઇટ 

(૧)

ગ્રામવિકાસનાં વિવિધ કાર્યો માટે ૧૪મા નાણાકીય પંચે છેલ્લાં ત્રણ વર્ષમાં કચ્છ જિલ્લાનાં ગામો માટે મંજૂર કરેલી ગ્રાન્ટની રકમની વિગતો અને માહિતી તરુણ મિત્ર મંડળ-માટુંગા કેન્દ્ર, જનહિત અભિયાનના કર્મનિષ્ઠ સેવાભાવી મેહુલ ગાલા-દેવપુર તથા ઘાટકોપર કેન્દ્રના અમિત વિસરિયા-કોડાય/કલ્યાણ-ઘાટકોપર કેન્દ્રએ RTI કાયદા હેઠળની પ્રથમ અરજી દ્વારા અથાગ અને અથાક મહેનત કરી મેળવી છે.

અન્ય ગામો માટેની માહિતી પણ મેળવી શકાય. અલબત્ત, એના માટે ખંત, મહેનત અને સમય વતનપ્રેમીઓએ આપવાનાં રહેશે. તેમ જ ગામ-ગામના ટ્રસ્ટીઓ તથા પદાધિકારીઓને ગ્રાન્ટના ઉપયોગ માટેનું માર્ગદર્શન તથા મદદ, તરુણ મિત્ર મંડળ સંચાલિત માટુંગા અને ઘાટકોપર સેવા કેન્દ્ર પરથી નિ:શુલ્ક ઉપલબ્ધ છે.

આયોજન

ગ્રામ પંચાયત દ્વારા વિલેજ ડેવલપમેન્ટ પ્લાન (VDP) બનાવવાનો રહેશે.

તૈયાર કરેલા VDPને તાલુકા વિકાસ અધિકારી પાસે અવલોકન કરવા મોકલવાનો રહેશે.

અવલોકન થયા બાદ VDPને ગ્રામસભામાં મૂકી પ્લાનની મંજૂરી લેવાની રહેશે.

મંજૂર થયેલા VDPના આધારે પ્રાથમિકતાના ધોરણે કામો નક્કી કરી (ઠરાવ કરી) આયોજન કરવાનું રહેશે. આ દર વર્ષનું કાર્ય છે એટલે આને વાર્ષિક પ્લાન કહેવાય.

અમલબજવણી

વાર્ષિક પ્લાન આધારિત તમામ કામોના પ્લાન-એસ્ટિમેટ તૈયાર કરી સંબંધિત સક્ષમ અધિકારીની તાંત્રિક મંજૂરી અને ત્યાર બાદ તાલુકા વિકાસ અધિકારીની વહીવટી મંજૂરી મેળવવાની રહેશે.

વહીવટી મંજૂરી મેળવ્યા બાદ ગ્રામ પંચાયત એજન્સીના ધોરણે (કૉન્ટ્રૅક્ટ સિસ્ટમ) કામોનું અમલીકરણ કરશે.

કામ પૂર્ણ થયા બાદ જે સક્ષમ અધિકારીની તાંત્રિક મંજૂરી મેળવી હતી એ સક્ષમ અધિકારી પાસેથી કામપૂર્ણનું પ્રમાણપત્ર મેળવાનું રહેશે.

કામપૂર્ણનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ કામનું આખરી ચુકવણું થશે.

પૂર્ણ થયેલાં કામોનું સોશ્યલ ઑડિટ કરવાનું રહેશે.

દરેક પૂર્ણ થયેલા કામ પર ૧૪મા નાણાપંચની સહાયને રકમ તથા વર્ષ દર્શાવતી તકતી મૂકવાની રહેશે.

ગ્રાન્ટનો ઉપયોગ ગ્રામપંચાયત નીચેના હેતુઓ માટે કરી શકશે

સૅનિટેશન

સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ / સુએજ ટ્રીટમેન્ટ

સ્ટૉર્મ વૉટર ડ્રેનેજ

આંતરિક રસ્તા

પ્રાથમિક શિક્ષણમાં ખૂટતી સુવિધાઓ

આંગણવાડીમાં ખૂટતી સુવિધાઓ

પીવાનું પાણી પૂરું પાડવાની યોજના

કબ્રસ્તાન / સ્મશાનગૃહનાં કામ

વીજળીકરણનાં કામો (LEDના ઉપયોગને પ્રાથમિકતા)

ગુજરાત રાજ્ય સરકાર તરફથી ગ્રામવિકાસ માટે મળેલી ગ્રાન્ટ દ્વારા ગોકુળિયું ગામ બનનાર કચ્છ જિલ્લાના દેવપુર ગામનો મૉડલ ગામ તરીકે અભ્યાસ કરી તથા પ્રેરણા મેળવી શકાય.

(૨)

પાંજરાપોળો / ગૌશાળા માટેની યોજના

અછતગ્રસ્ત વિસ્તારમાં જ સ્થિત પાંજરાપોળ/ગૌશાળા ચલાવવાના હેતુ માટે જ રજિસ્ટર્ડ થયું હોય એવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોય એવી જ કાયમી પાંજરાપોળ/ગૌશાળાનાં પશુઓ માટે આ યોજના છે.

આ યોજનામાં પાંજરાપોળ/ગૌશાળાનાં જૂનાં પશુઓ (અછત જાહેર થયા પહેલાંથી જે પશુઓ પાંજરાપોળ/ગૌશાળામાં હતાં) તથા નવાં પશુઓ (વ્યક્તિગત માલિકીનાં, જે સંબંધિત મામલતદારશ્રીના પ્રમાણપત્ર સાથે અછત જાહેર થયા બાદ દાખલ થયાં હોય એ) માટે દૈનિક ૨૫ રૂપિયા લેખે રોકડ સહાયની ચુકવણી થશે.

પશુસહાયને પાત્ર થતી હોય એવી રજિસ્ટર્ડ પાંજરાપોળ/ગૌશાળા વતી સંબંધિત મામલતદારશ્રીને સામાન્ય અરજી કરવી. મામલતદારશ્રી પાંજરાપોળ/ગૌશાળાની રૂબરૂ મુલાકાત લઈ પશુઓની ભૌતિક ગણતરી કરી એની નોંધ કરશે અને એની એક નકલ કલેક્ટરશ્રી, પ્રાંતઅધિકારીશ્રી અને રાહત નિયામકશ્રીને મોકલી આપશે.

સહાય-અનુદાનને પાત્ર થતી રજિસ્ટર્ડ પાંજરાપોળ/ગૌશાળાની ઓચિંતી મુલાકાતો કલેક્ટરશ્રી ગોઠવશે (દર મહિનામાં ઓછામાં ઓછી ત્રણ) અને નિયમિત તપાસણી કરી સંસ્થામાં આવતા મુલાકાતીઓના રજિસ્ટરમાં એ મુલાકાતની નોંધ કરશે.

ચૅરિટેબલ/ધાર્મિક ટ્રસ્ટો માટેની યોજના

અન્ય રજિસ્ટર્ડ ટ્રસ્ટો, જેનો મૂળ હેતુ પાંજરાપોળ/ગૌશાળા ચલાવવાનો ન હોય, પરંતુ ધાર્મિક/સામાજિક હોય એવાં ટ્રસ્ટો પણ ૧-૧૨-૨૦૧૮થી આ યોજનાનો લાભ લઈ શકશે.

પશુ સહાયને પાત્ર થવા માટે ગામમાં ઢોરવાડાનું હોવું જરૂરી છે. એ ઢોરવાડાનાં પશુઓની સંખ્યાનું રજિસ્ટર રાખવાનું રહેશે.

રજિસ્ટર્ડ ટ્રસ્ટોએ સંબંધિત મામલતદારશ્રીને સામાન્ય અરજી કરવાની રહેશે.

યોજનાની જોગવાઈઓ મુજબ રજિસ્ટર્ડ ટ્રસ્ટોને મામલતદારશ્રી પાત્રતા પ્રદાન કરશે. સરકારશ્રીનું ઞ્ય્ આવવાનું બાકી છે.

સહાય-અનુદાનને પાત્ર થતાં રજિસ્ટર્ડ ટ્રસ્ટોને દૈનિક ૨૫ રૂપિયા લેખે રોકડ સહાયની ચુકવણી થશે.

ખાનગી પશુધારકો માટેની યોજના

ખાનગી પશુધારકોને ઘાસ કાર્ડ બનાવવાનું રહેશે. એ માટે પંચાયત કચેરીમાં તલાટીનો સંપર્ક કરવો.

પ્રતિદિન ચાર કિલો લેખે વધુમાં વધુ પાંચ પશુઓ માટે અઠવાડિયા માટે સૂકા ઘાસનું બે રૂપિયા પ્રતિકિલોગ્રામના રાહતદરે વિતરણ કરવામાં આવશે. (એટલે એક અઠવાડિયા માટે વધુમાં વધુ ૪ X ૫ X ૭ = ૧૪૦ કિલોગ્રામ) દરેક અઠવાડિયે સૂકું ઘાસ મેળવી શકાશે.

દરેક સંસ્થાના ટ્રસ્ટી-અધિકારીઓને વિનંતી ઉપરોક્ત વિગતોનો અભ્યાસ કરી એ મુજબ સરકારી યોજનાનો જરૂરથી લાભ લે.

છેલ્લે

ચાલો...

૧. માદરેવતનનાં આપણાં ગામોને ગોકુળિયાં ગામ બનાવવા માટે સાંપડેલી અણમોલ તકનો ઉપયોગ કરી •ણ અદા કરીએ.

અને

૨. દુષ્કાળગ્રસ્ત વિસ્તારના પશુધનને બચાવવા પ્રભુદત્ત તકનો ઉપયોગ કરી અનુકંપા અને જીવદયાના કાર્યમાં ભાગ લઈ માનવ જીવતરને યથાર્થતા બક્ષીએ.

First Published: 29th December, 2018 10:11 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK