ટેનિસ અને બૅડ્મિન્ટન પ્લેયરને જેવો રિસ્પૉન્સ મળે છે એવો મહિલા ક્રિકેટરને શું કામ નથી મળતો?

Published: 16th December, 2014 05:45 IST

આપણે ત્યાં આજે પણ વિમેન્સ ક્રિકેટને પ્રાધાન્ય આપવામાં નથી આવતું એ હકીકત છે. ટેનિસ અને બૅડ્મિન્ટનની વિમેન્સ પ્લેયર કરતાં ટીમ ઇન્ડિયાનો પર્ફોર્મન્સ અનેકગણો સારો રહ્યો છે, પણ એ પછી પણ આજે જે રિસ્પૉન્સ ટેનિસ અને બૅડ્મિન્ટન પ્લેયરને મળે છે એવો રિસ્પૉન્સ મહિલા ક્રિકેટરને નથી મળતો.(સ્પેશ્યલ કમેન્ટ- મિતાલી રાજ કૅપ્ટન, વિમેન્સ ક્રિકેટ ટીમ)

 આવું થવા પાછળનું મારું માનવું છે કે આ પાર્શિયાલિટી કૉર્પોરેટ સેક્ટરની છે. મહિલા ક્રિકેટરને ઉપર લઈ આવવા માટે જે કામ કૉર્પોરેટ સેક્ટરે કરવું જોઈએ એ કરવામાં આપણું કૉર્પોરેટ ફીલ્ડ ફ્લૉપ ગયું છે. બીજી ગેમની ફીમેલ પ્લેયરને જલદી જૉબ મળી જાય છે, પણ મહિલા ક્રિકેટરને જૉબ મળવી મુશ્કેલ છે. હું કહીશ કે ભારતીય રેલવે આ બાબતમાં બહુ સારું કામ કરે છે. આજે મૅજોરિટી ટીમ ઇન્ડિયાની જે કોઈ પ્લેયર છે એ ઇન્ડિયન રેલવેમાં જૉબ પર છે, પણ એવું અન્ય કંપનીઓમાં બનવું જોઈએ, જે નથી થઈ રહ્યું. મારી દૃષ્ટિએ આ પણ એક એવું કારણ છે જેને કારણે આજે છોકરીઓ ક્રિકેટનો શોખ હોવા છતાં ક્રિકેટને પ્રોફેશન બનાવવાની બાબતમાં આગળ વધતી અચકાય છે. આ વાતને ધ્યાનમાં રાખીને તો હું ત્યાં સુધી કહીશ કે દેશમાં જે પરિસ્થિતિ ઍથ્લીટ્સની હોય છે એવી જ હાલત ઇન્ડિયન વિમેન્સ ક્રિકેટ ટીમના પ્લેયરની હોય છે.

તમે જુઓ, જો ઘરમાં દીકરો હશે અને તેને ક્રિકેટર બનવું હશે તો પેરન્ટ્સ તેના માટે મહેનત કરશે, ખર્ચ પણ કરશે અને બીજું બધું પણ કરશે, પણ એ જ વાત જ્યારે છોકરીની બાબતમાં આવશે ત્યારે પેરન્ટ્સમાં ખચકાટ જોવા મળશે. આવું થવાનું એક કારણ એ પણ છે કે વિમેન્સ પ્લેયરની પ્રોફેશનલ કરીઅર આપણે ત્યાં હજી સ્ટેબલ નથી થઈ. જ્યારે ટીમને અને ટુર્નામેન્ટને સ્પૉન્સર નથી મળતા ત્યારે વ્યક્તિગત સ્પૉન્સરનો તો કોઈ સવાલ જ નથી આવતો.છોકરીઓને ક્રિકેટનો જબરદસ્ત શોખ છે. તમે જ કહ્યું એમ દર વર્ષે ‘મિડ-ડે’ જે લેડીઝ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડે છે એમાં બેસ્ટ પ્લેયર જોવા મળે છે. એવું જ અન્ય સિટીમાં પણ

જોવા મળે છે, પણ અત્યારે આ જે શોખના લેવલ પર ચાલે છે એને પ્રોફેશનલ વે પર પણ લઈ જવાની જરૂર છે. બૉય્ઝમાં સ્કૂલ-ક્રિકેટનું બહુ ઇમ્ર્પોટન્સ છે. એવું જ ઇમ્ર્પોટન્સ જો ગલ્ર્સ સ્કૂલમાં ડેવલપ કરવામાં આવે તો ઇન્ડિયન ટીમને બહુ મોટો બેનિફિટ થશે. અન્ડર-૧૬ અને અન્ડર-૧૮ જેવી ટુર્નામેન્ટ પણ ર્બોડ દ્વારા શરૂ કરવામાં આવે તો એનાથી પણ લાભ થશે. અત્યારે આવી ટુર્નામેન્ટ અમુક સ્ટેટ પૂરતી જ સીમિત છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK