રૅટ-રેસમાં દોડવાની લાયમાં સફરનો આનંદ છીનવાઈ જાય એ યુથને કોણ સમજાવે?

Published: 14th December, 2014 07:09 IST

આજની યંગ જનરેશન આંખ મીંચીને જે દિશામાં દોટ મૂકી રહી છે એ જોઈને આઘાત લાગે છે. મોંઘામાં મોંઘા મોબાઇલ ફોન, બેસ્ટ કાર, બ્રૅન્ડેડ ક્લોથ્સ અને ફાઇવસ્ટાર હોટેલો પાછળ પાણીની જેમ પૈસો ઉડાડી શકે છે.(બિન્દાસ બોલ- સાગર ગોર મીડિયા સ્ટુડન્ટ, ડોમ્બિવલી)

એટલું જ નહીં, આ જનરેશનને ઓછા સમયમાં ઝડપી સફળતા મેળવી લેવાનો ચસકો લાગ્યો છે. સફળતા અને પૈસો આજના યુથનો મંત્ર બનતો જઈ રહ્યો છે. પણ ઘણી વાર એ મેળવવાની લાયમાં આજની યંગ જનરેશન એટલી લાલચુ થતી ગઈ છે કે એને મિત્રો અને પરિવારની લાગણીની પરવા નથી રહેતી. લાગણીની લીલામી કરીને તમામ સંબંધોમાંથી કશુંક નક્કર ઊપજે એવા પ્રયાસમાં એ રહે છે. નવી પેઢીને આખી રાત સિગારેટ અને દારુ પીતા બહાર ફરતા રહેવાનો ટાઇમ મળે છે પણ પેરન્ટ્સ સાથે પાંચ મિનિટ ગાળવાની આવે તો તેમની સાથે એ ટાઇમ સ્પેન્ડ નથી કરી શકતી! નવી પાંખ ફૂટે એટલે ઊંચી ઉડાન ભરવાની ઇચ્છા થાય અને એમાં કશું ખોટું છે જ નહીં, પણ તેની સાથે માણસે એના બેઝિક સંસ્કાર સાથે પણ રુટ્સમાંથી વળગીને રહેવું જોઈએ. છેવટે મટિરિયલિસ્ટિક ચીજો પાછળ ભાગનારી અને ખોખલી રૅટ-રેસમાં દોડનારી આ નવી પેઢીને કોણ સમજાવશે કે આ દોટમાં સફરનો આનંદ માણવાનો જ ભુલાઈ ગયો છે.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK