કોઈ વખત અજાણતાં બે દેશનાં ક્રિકેટ ર્બોડ વચ્ચે ટેન્શન જનરેટ થઈ જાય છે

Published: 13th December, 2014 07:07 IST

ઑસ્ટ્રેલિયાની પહેલી જ મૅચમાં બાઉન્સર ફેંકવામાં આવ્યો અને એ બાઉન્સર ઑસ્ટ્રેલિયા અને ઇન્ડિયાના મીડિયાની હેડલાઇન બ્ની ગયો.(સ્પેશ્યલ કમેન્ટ- શિવલાલ યાદવ ખ્યાતનામ સ્પિન બોલર)


 આમ જોઈએ તો આ કંઈ નવી વાત નથી. ક્રિકેટની ABCD અને ઇન્ટરનૅશનલ ગ્રાઉન્ડની ટેક્નિકલિટી જેને ખબ્ર છે તેઓ બ્ધા જાણે છે કે ઇન્ડિયા અને પાકિસ્તાન એમ બે દેશને છોડીને બાકીના બ્ધા દેશની વિકેટ બાઉન્સી છે અને ફાસ્ટ કે પેસ બોલરને બેનિફિટ આપે એ પ્રકારની છે. આપણા પેસ બોલરને પણ એ વિકેટ ખૂબ્ સર્પોટ કરે છે. નૅચરલી બાઉન્સી વિકેટ હોવાને કારણે ટેક્નિકલી ઇચ્છતા ન હો તો પણ બૉલ બાઉન્સ થતા રહે છે. એ ઉપરાંત ત્યાંનું વેધર પણ એવું હોય છે કે એ પેસ બોલરને સર્પોટ કરે. આ વાત કહેવાનું કારણ મેઇન એ છે કે જ્યારે અમુક વાતોની ખબ્ર ન હોય ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી વગર કારણની નેગેટિવિટી ન ફેલાય.


ટેસ્ટ-મૅચનો પહેલા બૉલનો આ જે ઇશ્યુ થયો એ બ્હુ આગળ વધ્યો નથી, પણ જો આવી ઘટનાને વારંવાર મોટી કરીને દેખાડવામાં આવે તો એની અસર બે કન્ટ્રીનાં ર્બોડના રિલેશન પર પણ પડી જતી હોય છે. અગાઉ એવું અનેક વખત બ્ન્યું છે કે કોઈ નાનીઅમસ્તી વાતને કારણે ર્બોડ વચ્ચે ડિસ્પ્યુટ થયો હોય. એ સમયે તો માત્ર ન્યુઝપેપર હતાં અને મૅચ પણ બ્હુ સિલેક્ટિવ દેખાડવામાં આવતી અને એ પછી પણ એવું બ્ની જતું. હવે તો મીડિયા સ્ટ્રૉન્ગ બ્ન્યું છે. પાંચ જ મિનિટમાં કોઈ નાની વાત મોટું સ્વરૂપ લઈ લે છે. આવા સમયે બ્હુ ઝીણવટથી કામ કરવું જોઈએ જેથી નાહકનો ઇશ્યુ મોટો ન થઈ જાય. મીડિયાની રિસ્પૉન્સિબિલિટી વિશે વધારે વાત કરવાનું યોગ્ય નથી લાગતું, પણ એટલું ચોક્કસ કહીશ કે ન્યુઝ-ચૅનલે પોતાના ઉત્સાહ પર કાબૂ રાખવાની જરૂર છે.


ટીમ ઇન્ડિયા માટે એટલું કહીશ કે અત્યારે ટીમ ઇન્ડિયાનો ટ્રાન્ઝિર પિરિયડ શરૂ થવાની તૈયારીમાં છે. આ પિરિયડ દરમ્યાન કેટલાંક એવાં રિઝલ્ટ માટે પણ તૈયાર રહેવું પડી શકે છે જે ફૅન્સને ન ગમે, પણ એ દરેક દેશની ટીમ સાથે બ્નતું હોય છે. આજે આપણી ટીમ પાસે યંગસ્ટર્સ છે, જેને થોડા અક્સ્પીરિયન્સની જરૂર છે. એ એક્સ્પીરિયન્સ પછી એવું બ્નશે કે ટીમ ઇન્ડિયા ફરી એક વખત પરિપક્વ થઈને ઊભરશે પણ એ ટીમ બ્હાર આવે એ પહેલાંના આ ટ્રાન્ઝિર પિરિયડને પાસ કરવાનો છે. સામાન્ય રીતે આ પિરિયડ દરમ્યાન સિનિયર પ્લેયર પર વધુ પ્રેશર રહેતું હોય છે, પણ આપણી ટીમના પ્લેયર પર એ પ્રેશર નથી એ સારી સાઇન છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK