બેસ્ટ ટ્રાવેલિંગ ઓપ્શન તરીકે ગણાતી રેલવેમાં સુધારાની જરૂર છે

Published: Dec 13, 2014, 07:06 IST

મુંબ્ઈના કોઈ પણ સબ્ર્બનું સ્ટેશન જોશું તો ચોવીસ કલાક લોકોથી ધમધમતું દેખાશે. રેલવે મુંબ્ઈની લાઇફલાઇન ગણાય છે અને સમય, સહૂલિયત કે પૈસાની દૃષ્ટિએ જોઈએ તો ટ્રેન સૌથી બેસ્ટ ટ્રાવેલિંગ ઑપ્શન ગણાય છે.(બિન્દાસ બોલ- જગજીવન રાઠોડ સિનિયર સિટિઝન, મહાલક્ષ્મી)


તેમ છતાં રેલવે-તંત્રએ અનેક બેઝિક સુધારા કરવાની જરૂર છે. વેસ્ટર્ન તેમ જ સેન્ટ્રલ લાઇનના મોટા ભાગના રેલવે-પ્લૅટફૉર્મને જોડાયેલા ઈસ્ટ-વેસ્ટમાં અવરજવર કરવા માટેના જે બ્રિજ છે એમાંના ઘણા બ્રિજની હાલત બિસમાર થઈ ગઈ છે. કન્ડિશન સુધારવાની સાથે એમને પહોળા કરવાની જરૂર છે. એક તો એના પર ફેરિયાઓ બેઠા હોવાને લીધે પણ લોકોને ચાલવામાં તકલીફ પડે છે. તમામ બ્રિજ પરક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાની સાથે લાઇટની સુવિધા વધારવાની જરૂર છે. સૌથી મહત્વની સમસ્યા તો દરેક રેલવે-સ્ટેશન પર સ્વચ્છ અને સુઘડ ટૉઇલેટ્સની છે. આ દિશામાં રેલવે-તંત્રએ તાત્કાલિક કામ શરૂ કરવાની જરૂર છે. એ ઉપરાંત પ્લૅટફૉર્મના બ્રિજ પર ચડ-ઊતર માટે દરેક જગ્યાએ એસ્કેલેટરનો કન્સેપ્ટ અપનાવવાની જરૂર છે. સાથે સ્ટેશન પરના તૂટેલા અને વર્કિંગ કન્ડિશનમાં ન હોય એવાં ઇન્ડિકેટરો તેમ જ ઘડિયાળ બ્દલવાની જરૂર છે. પીવાના પાણી માટેની વ્યવસ્થા કરવા જેવી નાની-મોટી તકલીફોનું નિવારણ જો રેલવેના સત્તાધિકારીઓ દ્વારા તાત્કાલિક હાથ ધરવામાં આવે તો આપણા રેલવે-તંત્રની વિશ્વભરમાં વાહ-વાહ બોલાય.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK