સાચું બોલવાનું ક્યારેય કોઈ મુરત નથી હોતું

Published: 12th December, 2014 06:54 IST

આમ તો હું એવું જ માનું છું કે ક્યારેય કોઈ સમય ખરાબ હોતો જ નથી અને છતાં કહું છું કે સાચું બોલવું હોય તો અનેક લોકો એ માટે મુરતની રાહ જોઈને બેસી રહે છે.



સ્પેશ્યલ કમેન્ટ- નાના પાટેકર મરાઠી અને હિન્દીના ખ્યાતનામ ઍક્ટર

સાચું બોલવામાં કોઈ ખચકાટ ન હોવો જોઈએ. સાચું બોલવું બહુ જરૂરી છે અને સાથોસાથ એ પણ એટલું જ મહત્વનું છે કે સાચું સાચા સમયે બોલાય. સંજય દત્ત વિશે મેં મારી કોઈ વાત કહી હોય કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના કે શિવસેના વિશે મેં મારા વિચારો કહ્યા હોય તો એ વાત અને એ વિચાર એ સમયની રિક્વાયરમેન્ટ હતી અને એટલે મેં એ કરી હતી. મને ક્યારેય કોઈ વાત કહેવામાં રીગ્રેટ ફીલ નથી થતું. થવું પણ ન જોઈએ, કારણ કે મને એ વાત સાચી લાગી હોય છે અને સાચી લાગે છે એટલે કહી હોય છે.


આજે એવી પરિસ્થિતિ છે કે ૧૦૦માંથી ૯૦ ટકા લોકો ખોટું બોલે છે અને ૯૯ ટકા લોકો સાચું બોલવાનું ટાળે છે. મારું માનવું છે કે સાચું બોલવાનું ટાળવું એ પણ એક પ્રકારનું અસત્ય છે. એ વાત જુદી છે કે સાચું બોલવાનું ટાળવા માટે એક નહીં, અનેક કારણો હોય છે. કોઈને રિલેશન સાચવવાં હોય છે, કોઈને જાહેરમાં ખરાબ નથી થવું, તો કોઈ હર્ટ ન થાય એ માટે સાચું બોલવાનું ટાળે છે. કોઈ પોતાની જાતને કન્ટ્રોવર્સીમાં લઈ આવવા નથી માગતું એટલે એ સાચું બોલવાનું અવૉઇડ કરે છે. ધેર આર લૉટ્સ ઑફ રીઝન, લૉટ્સ ઓફ રીઝન... પણ મારું પર્સનલી માનવું છે કે સાચું નહીં બોલીને જેકાંઈ કરવામાં આવે છે એ પણ ખોટું અને ખરાબ છે. જે રીતે પૉલિટિક્સ માટે કહેવાય છે કે સારા માણસો આગળ નથી આવતા એટલે ખરાબ માણસો રાજકારણમાં આગળ વધી જાય છે એવી જ રીતે સત્યવચન માટે એ જ વાત કહેવાવી જોઈએ. જ્યારે સાચું બોલવાનું ટાળવામાં આવે છે ત્યારે બોલવામાં આવતું ખોટું સત્યનું રૂપ લઈ લેતું હોય છે.


સાચું બોલવાનું પરિણામ ખરાબ આવી શકે, પણ એ ખરાબ પરિણામ અમુક સમય સુધી જ ખરાબ લાગશે, કારણ કે જ્યારે રિયલિટી સામે આવશે ત્યારે હકીકત પણ સામે આવી જતી હોય છે. બહુ જ ઑનેસ્ટ વેથી એક વાત કહું કે મને જ્યારે પણ કોઈએ આવીને સાચી વાત કહી છે ત્યારે ગુસ્સો નથી આવ્યો, કારણ કે સાચું કહેનારાઓ બહુ ઓછા લોકો હોય છે અને સાચું કહેનારાઓ હંમેશાં કોઈનું સારું થાય એવું ઇચ્છતા હોય છે. જો કોઈ વ્યક્તિ તમારું સારું થાય એવું ઇચ્છતી હોય તો તેની એ સારાઈ માટે ખુશ થવું જોઈએ, નહીં કે એ વાતનું ખરાબ લગાડી લેવું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK