ટ્રાફિક-નિયમનને નામે RTOવાળા ધીકતો ધંધો ખોલીને બેઠા છે

Published: 12th December, 2014 06:53 IST

ટ્રાફિક-નિયમનના નામે RTOવાળા ધીકતો ધંધો ખોલી બેઠા છે. અનેક વિસ્તાર એવા છે જ્યાં ‘નો એન્ટ્રી’નાં ર્બોડ સુધ્ધાં સરખાં લગાડેલાં નથી હોતાં એટલે એ રસ્તે રેગ્યુલર અવરજવર ન કરતા વાહનચાલકોને એની જાણ નથી રહેતી અને તેમને ખબર ન હોવાનો ફાયદો ઉઠાવી RTOવાળા તેમની પાસેથી પૈસા વસૂલ કરે છે.


બિન્દાસ બોલ- વિજય મહેતા ડાયમન્ડ બિઝનેસ, ભુલેશ્વર

કૉટન એક્સચેન્જ એરિયા આગળ સુરતી હોટેલથી પાયધુની તરફ જવાના રસ્તે જ જુઓ તો ‘નો એન્ટ્રી’ માટેનું એક ર્બોડ લાગેલું છે, પણ છેલ્લાં વીસેક વર્ષથી એ ર્બોડ એમનું એમ કાટ ખાધેલું ઊભેલું છે. હવે આવા જરીપુરાણા અને સખત કાટ ખાઈ ગયેલા ર્બોડ પર વાહનચાલકોની નજર તો પડવી જોઈએને? આ એરિયામાં મુંબાદેવી માતાનું ફેમસ મંદિર છે. હવે દૂર-દૂરથી ટૂ-વ્હીલર્સ કે ફોર-વ્હીલર્સમાં દર્શન કરવા આવનારા અને અહીંથી અવરજવર કરતા લોકોને આટલું ખરાબ કન્ડિશનમાં મુકાયેલું ર્બોડ દેખાતું જ નથી એટલે કીકા સ્ટ્રીટ પર ઊભા રહીને આવા લોકોને બલિનો બકરો બનાવવામાં આવે છે. લાઇસન્સ, ડૉક્યુમેન્ટસ, ય્વ્બ્ વગેરેની માથાકૂટ કરી છેલ્લે સોથી માંડી પાંચસોની પત્તીમાં પતાવટ કરવામાં આવે છે. હકીકતમાં શું ટ્રાફિક-નિયમનવાળાઓની કોઈ ફરજ જ નથી? આટલાં વર્ષે આ જર્જરિત થઈ ગયેલા ર્બોડને બદલવું જરૂરી નથી? કે પછી ઠંડે કલેજે તેઓ પોતાના કામને નામે પોતાનું કામ કઢાવતા રહેશે?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK