મોંઘવારીનો ઉકેલ આવશે ત્યારે આવશે, પણ એજ્યુકેશન લો બજેટ થવું જોઈએ

Published: 11th December, 2014 06:40 IST

નજીવા પગારદાર નોકરિયાતની હાલત દિવસે ને દિવસે કફોડી થતી જાય છે. વર્ષેદહાડે પગારમાં તો વધારો થતો નથી પણ એની સામે ઘરખર્ચ પર કોઈ પણ પ્રકારનો કાબૂ નથી.(બિન્દાસ બોલ- કાંતા વિંઝૂડા સામાજિક કાર્યકર્તા, મહાલક્ષ્મી)

 શાકભાજી, ગૅસ, રેલવે-ભાડાં... કઈ જગ્યાએ રાહત થઈ છે? એમાં ઘરમાં એક બાળક પણ જો ભણતું હોય તો ઘરનું ગુજરાન પૂરું કરવું કે બાળકના શિક્ષણને મહત્વ આપવું? શિક્ષણપદ્ધતિ બદલાઈ રહી છે અને નવાં-નવાં ર્બોડ આવી રહ્યાં છે. સ્કૂલ-ફીઝ વધતી જઈ રહી છે. સમસ્યા ફક્ત ફીની નથી. સ્કૂલની બસ કે વૅનનો ખર્ચ, રોજની જુદી-જુદી ઍક્ટિવિટીનો ખર્ચ અને એવા બીજા અનેક ખર્ચનો ખડકલો દરેક ભણતા બાળકના પેરન્ટ્સ અનુભવતા હોય છે. એમાં સૌથી મોટી સમસ્યા અમુક વર્ગ પોતે ભણેલો-ગણેલો નથી હોતો ત્યારે થાય છે. પોતાનું સંતાન અભ્યાસમાં પાછળ રહી ન જાય એ બીકે પણ તેને ટયુશનમાં મૂકવું પડે છે. હવે સ્કૂલની ફી જ ન પરવડતી હોય એવા પેરન્ટ્સ ટયુશનના પૈસા ક્યાંથી કાઢે? સરકારી સ્કૂલોમાં નથી ભણતરના ઠેકાણા કે નથી સુવિધાના. તો સાધારણ કમાણી ધરાવતો લોઅર મિડલ ક્લાસ વર્ગ જાય ક્યાં? ફૉરેનની ગવર્નમેન્ટ સ્કૂલોમાં તમામ વ્યવસ્થા સાથે રાહતના દરે ફી હોય છે તો પછી શા માટે આપણે ત્યાં એવી ફૅસિલિટી ન કરી શકાય? નવી સરકાર મોંઘવારીનો ઉકેલ લાવશે ત્યારે લાવશે, પણ એજ્યુકેશન જે તમામ વર્ગની જરૂરિયાત છે એને તો લો બજેટ કરવું જ જોઈએને?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK