હિન્દી ફિલ્મના પ્રોડ્યુસરમાં નવું કરવાની હિંમત બહુ ઓછી છે

Published: 10th December, 2014 06:28 IST

સાઉથની ફિલ્મમાં પુષ્કળ કામ કર્યા પછી હવે હિન્દી ફિલ્મ પણ કરવા મળે છે, પરંતુ પર્સનલ લેવલ પર હિન્દી ફિલ્મ કરતાં મને સાઉથની ફિલ્મ કરવાનું વધુ ગમે છે.(સ્પેશ્યલ કમેન્ટ- પ્રકાશ રાજ ખ્યાતનામ ઍક્ટર)

અફર્કોસર્, હિન્દી ફિલ્મની રિચ વધારે છે અને એ વધારે લોકો સુધી પહોંચે છે. એમાં પેમેન્ટ પણ ઘણું મોટું છે. ઑબ્વિયસલી ફૅન્સનું પ્રમાણ પણ વધી જાય છે. ‘વૉન્ટેડ’ અને ‘સિંઘમ’ પછી આજે એવી સિચુએશન છે કે કાશ્મીર અને કન્યાકુમારીથી લઈને કૅનેડા અને ઑસ્ટ્રેલિયામાં પણ લોકો ફેસથી ઓળખી જાય છે અને વાત કરવા માટે દોડી આવે છે. સાઉથની ફિલ્મથી આ ફેમ ઊભી ન થઈ હોત એ તો કન્ફર્મ છે, પણ દરેક વખતે ફેમ કે ફન્ડ જ મહત્વનું નથી હોતું. સૅટિસ્ફૅક્શન પણ એટલું જ ઇમ્ર્પોટન્ટ છે અને ઍટ ધી એન્ડ ઑફ ડે, એ જ સૌથી વધારે મહત્વનું છે.


હિન્દી ફિલ્મની એક મર્યાદા નોંધી છે. બૉલીવુડ સાથે જોડાયેલા પ્રોડ્યુસરમાં નવું કરવાની ડૅરિંગ નથી. બહુ જૂજ લોકો એવા છે કે જેઓ એવી હિંમત દેખાડે છે. હિંમત નહીં હોવાને કારણે એવું બને છે કે સ્ટોરીથી લઈને કૅરૅક્ટર સુધ્ધાંમાં રિપીટેશન ચાલ્યા કરે છે. સાઉથમાં ક્યારેય આવું ન ચાલે. સાઉથની ૮૦ ટકા ફિલ્મને તમે ક્યાંય એકબીજા સાથે કનેક્ટ ન કરી શકો. બૉલીવુડમાં તો એવી હાલત થાય છે કે કેટલીક વખત તો ડિરેક્ટર પોતે સામેથી આવીને એવું કહે કે તમે ફલાણી ફિલ્મમાં ઍક્ટિંગ કરી હતી બિલકુલ એવી જ ઍક્ટિંગ કરજો. શું કામ, શું કામ એ ફિલ્મમાં કર્યું એવું જ કામ કરવાનું અને શું કામ ઑડિયન્સ એ જ કૅરૅક્ટરને જોવા માટે ફરીથી થિયેટર સુધી આવે? આજે ઘરમાં બાળકો પણ એક સ્ટોરી બીજી વાર સાંભળવા માટે રાજી નથી રહેતાં.


એ સ્ટોરી તો ડૅડી કે મમ્મી જ કરવાની છે અને ફ્રીમાં સાંભળવા મળવાની છે અને તો પણ બાળકો એ સાંભળવા રાજી નથી હોતાં તો પછી ઑડિયન્સ શું કામ એ બધા માટે તૈયાર રહે.હિન્દી ફિલ્મ-પ્રોડ્યુસરમાં હિંમતનો અભાવ હોવાથી સાઉથ રીમેક અને જૂની હિન્દી ફિલ્મની રીમેકનો પિરિયડ શરૂ થયો છે એવું પણ કહી શકાય. સિક્યૉર રહીને બિઝનેસ કરવો એમાં કાંઈ ખોટું નથી, પણ સિક્યૉરિટીના નામે પ્રોડક્ટ બનાવવાની મેન્ટાલિટી ખરાબ છે અને એ હકીકત છે. કેમ રીજનલમાં રીમેક નથી બનતી, કેમ ત્યાં કોઈ જૂની સ્ટોરી પર ધ્યાન આપવામાં નથી આવતું. કારણ માત્ર એક જ છે કે ત્યાં આર્ટ ડ્રાઇવિંગ સીટ પર છે જ્યારે બૉલીવુડમાં બૉક્સ-ઓફિસ ડ્રાઇવિંગ સીટ પર છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK