આપણું કાયદાતંત્ર શા માટે હાથ પર હાથ ધરીને બેઠું છે?

Published: 10th December, 2014 06:27 IST

આપણું કાયદાતંત્ર શા માટે હાથ પર હાથ ધરીને બેઠું છે?(બિન્દાસ બોલ- વિજય ટંકારિયા ટેલર, સાંતાક્રુઝ)

બે વર્ષ અગાઉ થયેલો નર્ભિયા કેસ હજુ લોકોના મનમાંથી નીકળ્યો જ નથી ત્યાં ફરી એક વાર દિલ્હીમાં અરેરાટી ઊપજે એવું નિદર્‍યી કૃત્ય મહિલા પર આચરવામાં આવ્યું. આખરે આવા ગુનાઓનો સિલસિલો બંધ કેમ નથી થતો? ખામી ક્યાં છે? વહીવટે તો નર્ભિયા કેસ વખતે ખાતરી આપી હતી કે આ પ્રકારના ગુનાઓ રોકવાના તમામ પ્રયત્ïનો કરવામાં આવશે. આવા ગુના બંધ થવાના તો દૂર, ઓછા પણ નથી થયા. હકીકતમાં તો ધરમૂળમાંથી કાયદા બદલવાની સાથે આવા ગુનેગારોની સામે કડક પગલાં લેવાની જરૂર છે. ઇસ્લામી રાજ્યોમાં રાત્રે બાર વાગ્યે મહિલાઓ બેધડક ફરી શકે છે અને કોઈની તાકાત સુધ્ધાં નથી હોતી તેમનો વાળ વાંકો કરવાની. અને ત્યાં આવા ગંભીર આચરણ બદલ તાત્કાલિક ફાંસીની સજા ફરમાવવામાં આવે છે તો પછી આપણા દેશનું કાયદાતંત્ર શા માટે હાથ પર હાથ ધરીને બેસી રહ્યું છે? જ્યારે આવી અઘટિત ઘટનાઓ બને છે એટલા સમય પૂરતું પોલીસતંત્ર સાબદું બને છે અને પછી હતું ત્યાંનું ત્યાં. મજબૂત પોલીસ-સુરક્ષા માટે હજી કેટલા બળાત્કારની રાહ જોવાઈ રહી છે?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK