ભપકાદાર લગ્ન-સમારોહ સામે લાલ આંખ કરવી જરૂરી

Published: 9th December, 2014 06:25 IST

લગ્નસરા ચાલી રહી છે. ઘણી વાર વડીલોને કહેતા સાંભળ્યા છે કે આપણે લોકોને ત્યાં જમી આવ્યા હોઈએ તો આપણે કોઈનું ખાઈને બેસી ન રહેવાય એટલે સંતાનોનાં લગ્ન વખતે નાત તો જમાડવી પડે.


(બિન્દાસ બોલ- નીતા દેખતાવાલા હાઉસવાઇફ, મલાડ)

 ઘરનાં લગ્નની હોંશ હોય અને લોકોને જમાડવા પણ ખોટું નથી. છતાં આજે લગ્ન-સમારંભોના જમણવારમાં જુઓ તો પચાસથી વધુ વાનગીઓની વરાયટી જોવા મળશે. ચાર-પાંચ અલગ ડિઝર્ટની સાથે સ્વાગત વખતે જાત-જાતનાં સ્ટાર્ટર્સ અને બે-ત્રણ પ્રકારના જૂસ લટકામાં. આટલાં સ્ટાટર્સ અને જૂસ ટેસ્ટ કર્યા પછી લોકો કેટલું ખાઈ શકે? છતાં દરેક નવી વસ્તુ ટ્રાય કરવાની ઇચ્છાએ મોટા ભાગના લોકો તમામ વાનગીઓ ભાણામાં તો લે અને છેલ્લે ન ખવાય એટલે છાંડી દે તો કેટલો બગાડ થાય? એટલું જ નહીં, લગ્ન વખતે હૉલ-ડેકોરેશન પાછળ પણ રીતસરનો પૈસાનો ધુમાડો થતો હોય છે. આમ તો આપણે મોંઘવારીના નામની બૂમો પાડતા હોઈએ છીએ તો પછી આટલો લોકદેખાડો શા માટે? એને બદલે આ ધન સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવું જોઈએ જેથી કપરા સમયે કામ લાગી શકે. કેરળ સરકારે આવા ભપકાદાર લગ્ન-સમારોહ સામે લાલ આંખ કરી છે. આજે સામાન્ય પ્રજાને બે ટંક ખાવા કે બે છેડા ભેગા કરવા કમર કસવી પડે છે ત્યારે કમસે કમ થોડો બોધપાઠ લઈ આપણે ઠાઠમાઠવાળા મોંઘા લગ્ન-સમારંભો કરવાનું ટાળીને સંતાનોને પરણાવવાનું કદમ ઉઠાવીએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK