આઝાદી પછીના ભારતના બે શ્રેષ્ઠ જજો પૈકી ન્યાયમૂર્તિ વી. આર. ક્રિષ્ન ઐયર એક હતા

Published: Dec 08, 2014, 06:21 IST

એમ કહેવાય છે કે ઇમર્જન્સીના ખરા આર્કિટેક્ટ ન્યાયમૂર્તિ ક્રિષ્ન ઐયર છે. બીજા જજે કદાચ કાયમી સ્ટે આપી દીધો હોત અને ઇન્દિરા ગાંધીને ઇમર્જન્સી લાદવાની જમર ન પડી હોત. તેઓ માણસને કેન્દ્રમાં રાખતા હતા તો કાયદાનું ચુસ્તઅર્થઘટન કરીને આધુનિક રાજ્યની મૂલ્યવ્યવસ્થાને આંચ ન આવે એનું ધ્યાન પણ રાખી શકતા હતા


કારણ-તારણ- રમેશ ઓઝા

‘મુન્નાભાઈ MBBS’ ફિલ્મ જેમણે જોઈ હશે તેમને બે એકબીજાના વિરોધી અને બે ધ્રુવ જેવાં કૅરૅક્ટર યાદ હશે. એક ડૉ. અસ્થાના છે જેમને માટે દરદી કેવળ બીમાર શરીર છે અને ડૉક્ટરનું કામ તેને ઠીક કરવાનું છે. હમદર્દી અને લાગણી ડૉક્ટરના સારવારના ધર્મમાં આડખીલીમપ છે. ડૉક્ટરે કોઈ પણ બાહ્ય પરિબળોથી પ્રભાવિત થયા વિના આયુર્વિજ્ઞાનને વફાદાર રહીને પોતાની આવડત મુજબ બીમાર શરીરને ઠીક કરવાનું છે. મુન્નાભાઈ એમ માને છે કે દરદીને દવા જેટલી જ જમરી હમદર્દી છે. ડૉક્ટરે દરદીના માનસને સમજવાની કોશિશ કરવી જોઈએ, તેના પ્રfનોમાં રસ લેવો જોઈએ, તેની સાથે પ્રેમથી વાત કરવી જોઈએ.

‘મુન્નાભાઈ MBBS’ જેવી ફિલ્મ આઝાદી પછી ભારતની સર્વોચ્ચ અદાલતમાં પણ ભજવાઈ છે, પરંતુ એનું સ્વમપ જુદું અને ધીમું છે. ન્યાય વિશેના બે ભિન્ન અભિગમોની ધારા કે સ્કૂલ ભારતીય ન્યાયતંત્રમાં પણ જોવા મળી છે. એક સ્કૂલ ડૉ. અસ્થાના જેવી મઢિચુસ્ત હતી અને બીજી સ્કૂલ મુન્નાભાઈ જેવી પ્રો-ઍક્ટિવ કર્મશીલ હતી. પહેલી સ્કૂલના અધ્વયુર્‍ ન્યાયમૂર્તિ કે. સુબ્બારાવ હતા અને બીજી સ્કૂલના અધ્વયુર્‍ ૧૦૦ વર્ષની ઉંમરે ત્રણ દિવસ પહેલાં ગુજરી ગયેલા ન્યાયમૂર્તિ વી. આર. ક્રિષ્ન ઐયર હતા. આ બન્ને ન્યાયમૂર્તિઓના અભિગમમાં ૧૮૦ ડિગ્રીનું અંતર હતું. ડૉ. અસ્થાનાની જેમ ન્યાયમૂર્તિ સુબ્બા રાવ એમ માનતા હતા કે ન્યાયમૂર્તિઓએ માત્ર કાયદાથી દોરાવું જોઈએ, સાંપ્રત સામાજિક પ્રfનોથી નહીં. તેમના આવા અભિગમને કારણે તેઓ બંધારણનું અને કાયદાપોથીનું ચુસ્ત રીડિંગ કરતા અને એમાં સાંપ્રત સામાજિક પ્રfનો, સરકારી દબાવ અને અંગત ફાયદા કે નુકસાનની ગણતરી જેવા કોઈ બાહ્ય પ્રભાવ તેમ જ પરિબળોથી પ્રભાવિત નહોતા થતા. ન્યાયમૂર્તિ સુબ્બા રાવ આંખે પાટા બાંધેલી  ન્યાયની પવિત્ર મૂર્તિ જેવા હતા.

તેમનાથી ઊલટો, ન્યાયમૂર્તિ વી. આર. ક્રિષ્ન ઐયરનો અભિગમ ઍક્ટિવિસ્ટનો હતો. જેમ આયુર્વિજ્ઞાન માણસ માટે છે એમ કાયદો અને ન્યાયતંત્ર પણ માણસ માટે છે. માણસ એ સમાજમાં રહેતો જીવતોજાગતો માણસ છે, કોઈ સબ્જેક્ટ નથી. ભાગ્યે જ કોઈ ગુનેગાર ગુનાવૃત્તિ લઈને જન્મે છે. સમાજમાં તે ગુનો કરતાં શીખે છે એટલે સામાજિક પરિબળો પરત્વે ન્યાયાધીશ આંખ આડા કાન ન કરી શકે. ગુનાને અર્થશાસ્ત્ર સાથે સંબંધ છે. સંપન્ન માણસ આર્થિક ગુનાઓ કરે છે અને સાવ નિરાધાર ગરીબ માણસ પેટ ભરવા સ્થૂળ ફોજદારી ગુનાઓ કરે છે. ગુનાને કાયદાપોથી સાથે સંબંધ છે. કાયદાપોથીમાંના અનેક કાયદાઓ સંપન્ન માણસને નડતા જ નથી.  અંગ્રેજોના વખતના અનેક કાયદાઓ છે જે સામાન્ય માણસથી બચવા માટે અને સામાન્ય માણસને રાજ્યથી દૂર રાખવા માટે ઘડવામાં આવ્યા હતા જે હજી અસ્તિત્વમાં છે. ગુનાને રાજકારણ સાથે સંબંધ છે, કારણ કે રાજકીય પક્ષો ગુનાનું રાજકારણ કરે છે. ધર્મ, જ્ઞાતિ અને ભાષાને નામે જે રાજકારણ કરવામાં આવે છે એ મૂળભૂત રીતે રાજ્ય સાથેના ગુનાનું રાજકારણ છે જેમાં સામાન્ય માણસને હાથો બનાવવામાં આવે છે. ગુનાને ન્યાયતંત્ર સાથે સંબંધ છે. સંપન્ન માણસ મોટો વકીલ રોકીને મોંઘો કરી નાખવામાં આવેલો ન્યાય ખરીદી શકે છે, જ્યારે સામાન્ય માણસને કાનૂની સલાહ પણ મળતી નથી. આંખે પાટા બાંધેલી ન્યાયની પવિત્ર મૂર્તિ તેની સામે ઉપસ્થિત કરવામાં આવેલી વ્યક્તિને તો ૧૦૦ ટકા શુદ્ધ ન્યાય આપશે, પણ અન્યાયી વ્યવસ્થાનું શું?

જાણીતા ધારાશાસ્ત્રી ફલી એસ. નરીમાને તેમની આત્મકથામાં લખ્યું છે કે આઝાદી પછી સર્વોચ્ચ અદાલતમાં બે ન્યાયમૂર્તિઓ એવા આવ્યા હતા જેમણે ભારતીય ન્યાયતંત્ર પર ઊંડી છાપ છોડી છે. નરીમાન માને છે કે ભારતીય ન્યાયતંત્રને બન્ને સ્કૂલની જમર છે. કર્મશીલતાને નામે કાયદાઓનાં પહોળાં અર્થઘટનો કરવામાં આવે અને અમલ શક્ય ન હોય એવા આદર્શવાદી અવ્યવહારુ ચુકાદાઓ આપવામાં આવે ત્યારે એના પર બ્રેક મારવા ન્યાયમૂર્તિ સુબ્બા રાવની સ્કૂલના મઢિચુસ્ત ન્યાયમૂર્તિઓની જમર છે. બીજી બાજુ સામાજિક વાસ્તવ તરફ આંખ આડા કાન કરનારા બહેરા ન્યાયતંત્રને ચીમટો ખણનારા ન્યાયમૂર્તિઓની પણ જમર છે. ભારતીય ન્યાયતંત્રમાં ચેક ઍન્ડ બૅલૅન્સનું કામ આ બે સ્કૂલ કરી રહી છે, માટે ફલી નરીમાને વી. આર. ક્રિષ્ન ઐયરને આઝાદી પછીના ભારતના બે શ્રેષ્ઠ ન્યાયમૂર્તિઓમાંના એક તરીકે ઓળખાવ્યા છે.

ન્યાયમૂર્તિ ક્રિષ્ન ઐયરે ગયા નવેમ્બરમાં ૧૦૦ વર્ષ પૂરાં કયાર઼્ હતાં. તેમની જીવનગાથા રોમાંચક છે. પહેલાં સ્વાતંhયસૈનિક, પછી રાજકારણી, પછી વકીલ અને જજ. ૧૯૫૨માં અપક્ષ ઉમેદવાર તરકે કેરળ વિધાનસભાની ચૂંટણી તેઓ જીત્યા હતા. ૧૯૫૭માં વિશ્વની પહેલી ચૂંટાયેલી સામ્યવાદી સરકાર કેરળમાં રચાઈ ત્યારે તેઓ એમાં પ્રધાન હતા. કેન્દ્ર સરકારે કેરળની સરકારને બરતરફ કરી એ પછી તેઓ કેરળની વડી અદાલતમાં પ્રૅક્ટિસ કરતા હતા. ૧૯૬૮માં કેરળની વડી અદાલતમાં તેમની જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને ૧૯૭૩માં તેમને સર્વોચ્ચ અદાલતમાં જજ બનાવવામાં આવ્યા હતા. તેઓ ડાબેરી છે એટલે ડાબેરી મહોરું ધરાવનારાં ઇન્દિરા ગાંધીએ તેમને સર્વોચ્ચ અદાલતમાં જજ બનાવ્યા છે અને ન્યાયમૂર્તિ ક્રિષ્ન ઐયર કમિટેડ જુડિશિયરીનો ભાગ બની રહેશે એવો ત્યારે ભય સેવાતો હતો. અલાહાબાદની વડી અદાલતે ઇન્દિરા ગાંધીની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો અને ઇન્દિરા ગાંધીની અપીલ સર્વોચ્ચ અદાલતમાં ન્યાયમૂર્તિ ક્રિષ્ન ઐયરની અદાલતમાં સુનાવણી માટે આવી ત્યારે ન્યાયમૂર્તિ ક્રિષ્ન ઐયરે અલાહાબાદની અદાલતના ચુકાદા સામે કાયમી સ્ટે આપવાની ના પાડી દીધી હતી. તેમના એ ચુકાદાએ તેમની પ્રતિષ્ઠામાં અનેકગણો વધારો કર્યો હતો. એમ કહેવાય છે ઇમર્જન્સીના ખરા આર્કિટેક્ટ ન્યાયમૂર્તિ ક્રિષ્ન ઐયર છે. બીજા જજે કદાચ કાયમી સ્ટે આપી દીધો હોત અને ઇન્દિરા ગાંધીને ઇમર્જન્સી લાદવાની જમર ન પડી હોત. તેઓ માણસને કેન્દ્રમાં રાખતા હતા તો કાયદાનું ચુસ્ત અર્થઘટન કરીને આધુનિક રાજ્યની મૂલ્યવ્યવસ્થાને આંચ ન આવે એનું ધ્યાન પણ રાખી શકતા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK