આપણા દેશમાં સૌથી ખરાબ હાલત જો કોઈની હોય તો એ ઍથ્લીટની

Published: 8th December, 2014 06:20 IST

આપણે ત્યાં એક પ્રથા થઈ ગઈ છે કે ક્રિકેટ સિવાયની કોઈ વાત નહીં કરવાની. ક્રિકેટની ચર્ચા એ લેવલ પર થયા કરે છે કે જેને કારણે કોઈ વખત તો હેડેક થઈ જાય છે.


(સ્પેશ્યલ કમેન્ટ- જ્વાલા ગુટ્ટા વિખ્યાત બૅડમિન્ટન પ્લેયર)

હું માનું છું કે ક્રિકેટની આ જે કોઈ ફેમ કે એનું જે કોઈ હૅમરિંગ છે એ બધા માટે મીડિયા પણ જવાબદાર છે. મીડિયા ક્રિકેટની ગેમ, એના પ્લેયર્સ અને ક્રિકેટ ર્બોડના પૉલિટિક્સને એટલી હાઇપ આપે છે જેને લીધે ક્રિકેટ સતત બધાના મનમાં રહ્યા કરે છે. ક્રિકેટ પણ એક ગેમ છે અને એ ગેમના ન્યુઝ હોવા જ જોઈએ એવું હું માનું છું, પણ જો આ ગેમ સાથે જોડાયેલી ગૉસિપ અને બીજા પૉલિટિક્સને છોડીને એ જગ્યાએ જો બીજી ગેમ વિશે છાપવામાં આવે તો એ ગેમને પણ હાઇપ મળશે અને એના પ્લેયરને પણ આ હાઇપનો બેનિફિટ મળશે.

ભલે હું બૅડ્મિન્ટન પ્લેયર હોઉં પણ મારી દૃષ્ટિએ આપણે ત્યાં જો કોઈ અન્યાય થઈ રહ્યો હોય તો એ ઍથ્લીટને થઈ રહ્યો છે. ઍથ્લીટ પ્લેયર બહુ જ મહેનત કરતા હોય છે અને એકધારી મહેનત કરતા હોય છે, પણ એ માટે આપણે ત્યાં કોઈ ટુર્નામેન્ટનું પ્લાનિંગ નથી થતું. કૉમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ કે એ પ્રકારની ઇવેન્ટ માટે આખું વર્ષ સતત પ્રૅક્ટિસ અને ફિટનેસ જાળવવાની જે મહેનત હોય છે એ મહેનત જેન્યુઇનલી બહુ હાર્ડ હોય છે અને અમુક અંશે કૉસ્ટ્લી પણ હોય છે. ટાઇમ-કન્ઝ્યુમિંગ તો છે જ. એ પછી પણ જો પ્રૉપર માઇલેજ ન મળે તો ઑબ્વિયસલી દુ:ખ થાય. ટેનિસ પછી હવે બૅડ્મિન્ટન એવી ગેમ થતી જાય છે જેમાં નૅશનલ ટુર્નામેન્ટ ચાલતી રહે છે. ઇન્ટર-સ્ટેટ ટુર્નામેન્ટ પણ થતી રહે છે અને હવે તો પ્રીમિયર લીગનો ઑપ્શન પણખૂલ્યો છે, પણ ઍથ્લીટ પાસે એવો કોઈ ઑપ્શન નથી.

મારું માનવું છે કે ગવર્નમેન્ટે મૅક્સિમમ ઍડ્વાન્ટેજ અને બેનિફિટ આ ઍથ્લીટને આપવા જોઈએ જેથી આવનારા સમયમાં સ્ર્પોટ્સનું એ ફીલ્ડ મૅક્સિમમ રીતે કવર થયેલું રહે અને પ્લેયર કે ફ્રેશરનો એ ફીલ્ડમાં જવાનો રસ જળવાઈ રહે. અત્યારે એવું છે કે માત્ર પ્લેયર પોતાના વિલપાવરના આધારે ટકી રહે છે.ગ્રેટ પ્લેયર મિલ્ખા સિંહને બેથી ત્રણ વાર ફંક્શનમાં મળવાનું થયું ત્યારે તેમની પાસેથી તેમના કિસ્સાઓ સાંભળ્યા. એ સાંભળ્યા પછી કહેવાનું પણ મન થાય કે આજનાઅને તમારા સમયના એ દિવસોમાં ખાસ કંઈ ફરક નથી પડ્યો. હા, તમારા ટાઇમમાં એવું બનતું કે ગવર્નમેન્ટ કંઈ કરતી જ નહોતી અને આજે એવું થાય છે કે ગવર્નમેન્ટ
દેખાડે છે કે એ કંઈક કરે છે, પણ રિયલિટી એ છે કે એ કંઈ કરતી જ નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK